તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શરૂઆત:યુજી સેમેસ્ટર-6 રેમેડિયલ પરીક્ષાના ફોર્મ આજથી ભરાશે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગત માર્ચમાં લેવાયેલી યુ.જી. સેમેસ્ટર-6ની પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારોની આગામી ઓક્ટોબર માસમાં રેમેડિયલ પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે તેમના ફોર્મ ભરવાનું ગુરુવારથી શરૂ કરાશે અને 30મી સપ્ટેમ્બર સુધી ઓનલાઇન ભરી શકાશે. પરીક્ષા નિયામક ડો.નિલેશ સોનીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલી યુ.જી. સેમેસ્ટર-6ની પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારોને ફરી પરીક્ષા આપવાની તક આપવા નિર્ણય કરાયો છે. તેમજ ગત માર્ચ માસમાં પરીક્ષા ન આપી શકનારા ઉમેદવારોને પણ આગામી ઓક્ટોબરમાં પરીક્ષા આપવાની તક અપાશે. આ પરીક્ષા સંભવત: ઓક્ટોબરની 15મી બાદ યોજાશે.

પરીક્ષા વિભાગે કોલેજના આચાર્યોને એમએલએક્સ સોફ્ટવેરમાં એનરોલ કે એનલિસ્ટ થયેલા વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મની એન્ટ્રી ભૂલથી પણ જીઆઇપીએલ સોફ્ટવેરમાં ન થાય તેની ખાસ તકેદારી રાખવા સૂચના આપી છે. તે જ પ્રમાણે જીઆઇપીએલમાં એનરોલ કે એનલિસ્ટ થયેલા વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ અંગેની એન્ટ્રી ભૂલથી પણ એમએલએકસ સોફ્ટવેરમાં ન થાય તેનું ધ્યાન રાખવા તાકીદ કરી છે. યુ.જી. સેમેસ્ટર-6માં બી.એ., બી.બી.એ., બીસીએ, બી.કોમ., બીપીએ, બીએસડબલ્યુ, બી.વોક., બી.એસસી., બી.આર.એસ.સેમેસ્ટર-6(ઓલ્ડ એન્ડ ન્યૂ), એલએલ.બી. સેમેસ્ટર-6(ઓલ્ડ-ન્યૂ) અને બી.એડ. સેમેસ્ટર-4(ન્યૂ)ની પરીક્ષા લેવાશે. પી.જી. સેમેસ્ટર-2 અને 4ની પરીક્ષા બીજા અને ત્રીજા તબક્કામાં ન આપનારા વિદ્યાર્થીઓની સ્પેશિયલ પરીક્ષા આગામી ઓક્ટોબર માસમાં બીજા સપ્તાહમાં લેવા નક્કી કરાયું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો