આણંદ / 22 લાખનું કૌભાંડ કરનાર દૂધ મંડળીના પૂર્વ સેક્રેટરીને પગાર-બોનસ ચૂકવાયા!

Former Secretary of the Milk Congregation, who scammed 22 lakhs, got paid bonuses!

  • કાસોર(ભા) મંડળીમાં વહીવટદાર સામે પશુપાલકો દ્વારા આક્ષેપો કરાયા

Divyabhaskar.com

Jan 24, 2020, 08:04 AM IST
આણંદઃ આણંદ તાલુકાના કાસોર ગામે આવેલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 2018માં સેક્રેટરી વિરુદ્ધ 22 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ વહીવટદાર મુકાયા હતાં. તેઓએ વસૂલાતની કામગીરી અને ઉચાપતના નાણાં પરત મેળવવા અને કાર્યવાહી હાથ ધરી હતી. જેથી પૂર્વ સેક્રેટરી અને તેમના મળતીયાઓએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી નવેમ્બરમાં વહીવટદારને બદલાવી નાંખ્યાં હતાં. અને નવા વહીવટદાર સાથે સેટિંગ કરી વસૂલાત માટે કોઇ કાર્યવાહી કરતાં ન હતાં. તેઓની ઉચાપતની રકમ બાકી હોવા છતાં વહીવટદારોએ પગાર અને બોનસ રૂ.38 હજાર જેટલું ચુકવી આપતાં પશુપાલકોમાં રોષ જોવા મળ્યો. જાગૃત નાગરિક મયંક પટેલે જિલ્લા કલેક્ટર ફરિયાદ નિવારણમાં આ બાબતે રજૂઆત કરી છે.
કાસોર દૂધ મંડળીમાં 2018માં સેક્રેટરી જયેશ કનુભાઇ પટેલે હિસાબ કિતાબમાં ગરબળ ગોટાળા કરીને 15.97 લાખની કાયમી ઉચાપત કરી હતી. જ્યારે 6.63 લાખની હંગામી ઉચાપત કરી હતી. ઓડિટ દરમિયાન આ બાબત બહાર આવી હતી. જેથી સહકારી ઓડિટરે આ બાબતે પૂર્વ સેક્રેટરી અને તમામ વ્યવસ્થાપક સભ્યો સામે જે તે સમયે ફરિયાદ નોધાવી હતી. આ ઉપરાંત પૂર્વ સેક્રટરી અને વ્યવસ્થાપર સભ્યોએ પશુલોન આપવામાં પણ ભારે ગરબળ કરી હતી. અને 27 જેટલા વ્યક્તિઓને 72 લાખ ઉપરાંતની લોનો અપાવી હતી.
કેટલાક શખ્સોએ લોન લઇને પશુઓ ખરીદ્યા પણ નથી આમ પૂર્વ સેક્રેટરી અને વ્યવસ્થાપક કમિટીની ભ્રષ્ટ વહીવટને કારણે મંડળી આઠ માસ અગાઉ બંધ રહી હતી. ત્યાર બાદ પશુપાલકોના હિતને ધ્યાને લઇને જિલ્લા રજીસ્ટ્ર્રાર કચેરી દ્વારા વહીટદાર મંડળીમાં મૂકીને ડેરી પુન: ચાલુ કરાઇ હતી. જે તે સમયે વહીવટદાર તરીકે હરિશભાઇ પ્રજાપતિને મુકાવામાં આવ્યાં હતાં. અને તેઓએ લોનની વસૂલાતની કાર્યવાહી તથા ઉચાપતની રકમ પરત મેળવા માટેની કામગીરી હાથ ધરી હતી. અને તેઓ સારી કામગીરી કરતાં હતાં તેમ છતાં જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા વહીવટદારની બદલી કરીને એમ.એમ.મલેકને વહીવટદાર મૂકવામાં આવ્યાં હતાં. એમ.એમ.મલેકે પૂર્વ સેક્રેટરી અને વ્યવસ્થાપક સાથે મળી જઇ લોન વસૂલાતની કાર્યવાહી પડતી મૂકી હતી. પૂર્વ સેક્રેટરી જયેશભાઇના લોખો રૂપિયા બાકી પડતાં હોવા છતાં વહીવટદારે રજા પગાર અને બોનસ તરીકે 38 હજાર રૂપિયા ચૂકવી આપ્યાં હતાં.
X
Former Secretary of the Milk Congregation, who scammed 22 lakhs, got paid bonuses!
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી