તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Former Prime Minister Manmohan Singh Refuses To Attend A Grand Dinner In President's House Today In Honor Of Trump

ટ્રમ્પના સન્માનમાં આજે રાષ્ટ્રપતિ ભવનમાં થશે ભવ્ય ડિનર, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જવાનો ઈન્કાર કર્યો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મનમોહન સિંહ. (ફાઈલ ફોટો)
  • સોનિયા ગાંધીને રાષ્ટ્રપતિના ડિનરમાં આમંત્રણ ન મળવાથી નારાજ છે કોંગ્રેસ નેતા
  • અગાઉ મનમોહન સિંહે આમંત્રણ સ્વીકાર કર્યું હતું, હવે જવા અંગે બતાવી અસમર્થતા

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ડિનર કરાવશે. તેને લઈન વિવાદ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી બાદ હવે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ જવાથી ઈન્કાર કર્યો છે. ન્યુઝ એજન્સીએ જણાવ્યા મુજબ પહેલા મનમોહન સિંહે ડિનરનું આમંત્રણ સ્વીકાર કરી લીધુ હતું, જોકે સોમવારે તેમણે સમારંભમાં નહિ જઈ શકે તેવી વાત કરી હતી.

સોનિય ગાંધીને આમંત્રણ ન મળવાના કારણે નારાજ 
કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીને ડિનર માટે આમંત્રણ ન મળવાને કારણે તેઓ નારાજ છે. અધીર રંજને કહ્યું હતું કે પાર્ટીના ઈન્ટરીમ અધ્યક્ષ સોનિયા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત વિપક્ષના નેતાઓની આ પ્રકારના કાર્યક્રમમાં અવગણના કરી રહ્યાં છે. અમેરિકામાં થયેલા હાઉડી મોદી કાર્યક્રમ દરમિયાન ત્યાંના બંને મુખ્ય વિપક્ષોના નેતાઓને ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યંુ હતું. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો