કરનાળા ડેરીના પુર્વ મંત્રી અને પાર્લરના સંચાલકે રૂ.34.46 લાખની ઉચાપત કરી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • વર્તમાન ચેરમેને વડગામ પોલીસ મથકે 2 વિરુદ્ધ ઉચાપતની ફરિયાદ નોંધાવી

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 03:13 PM IST

પાલનપુર: વડગામ તાલુકાની કરનાળા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના તત્કાલિન મંત્રી અને પાર્લરના સંચાલક દ્વારા રૂ.34.46 લાખની ઉચાપત કરાઇ હતી. જે અંગે વર્તમાન ચેરમેને વડગામ પોલીસ મથકે 2 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વડગામ તાલુકાના કરનાળા ગામે આવેલી દૂધ મંડળીના તત્કાલિન મંત્રી ધનરાજભાઇ લાલજીભાઇ પટેલ અને મંડળીના પાર્લર સંચાલક તરીકે કામ કરતા ચિરાગભાઇ અમરતભાઇ રાવળે તેમના કાર્યકાળ દરમિયાન કરનાળા દૂધ મંડળીના રૂ.34.46 લાખ રૂપિયાની ઉચાપત કરી રૂપિયા તેમના અંગત કામમાં વાપરી નાંખ્યા હતાં. 

જેમાં મંત્રી તરીકે ફરજ બજાવતા ધનરાજભાઇ પટેલે 32,25,521 રૂપિયા તેમજ પાર્લર સંચાલક ચિરાગ રાવળે 2,21,164 રૂપિયા મંડળીના ખાતામાં જમા કર્યા ન હતા. જે બાબતે મંડળીના ઓડિટ દરમિયાન બહાર આવતા વર્તમાન ચેરમેન કાંનજીભાઇ વિરાભાઇ પ્રજાપતિએ જીલ્લા રજીસ્ટારને જાણ કરી તત્કાલિન મંત્રી ધનરાજભાઇ લાલજીભાઇ પટેલ અને પાર્લરના સંચાલક ચિરાગ અમરતભાઇ રાવળ વિરુદ્ધ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી