તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

RTIમાં ઘટસ્ફોટ:અમદાવાદનાં પૂર્વ મેયર ભાવના દવેનું ભરતીકૌભાંડ, ગ્રંથ નિર્માણ બોર્ડમાં ભત્રીજા-સગાંને ગોઠવી દીધાં

અમદાવાદ13 દિવસ પહેલાલેખક: તેજલ શુક્લ
  • કૉપી લિંક
અમદાવાદનાં પૂર્વ મેયર ભાવના દવેની ફાઇલ તસવીર.
  • મોબાઇલ એપથી ભરતીપ્રક્રિયા યોજી હતી, એક ઉમેદવારે કરેલી RTIમાં ગેરરીતિ સામે આવી
  • ટેન્ડર વગર જ ભત્રીજાની કંપનીને પરીક્ષાનો કોન્ટ્રેક્ટ આપ્યો, RTIમાં પણ ખોટી વિગતો રજૂ કરી

યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનાં ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ભાવના દવે દ્વારા સિનિયર-જુનિયર કલાર્કની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. મોબાઇલ એપ્લિકેશનથી ભરતીપ્રક્રિયા યોજીને પોતાના જ ભત્રીજા અને સગાને સિનિયર-જુનિયર કલાર્ક તરીકે પસંદ કરાયાં છે. આરટીઆઈમાં માગવામાં આવેલી માહિતી પણ ખોટી આપવામાં આવી હતી. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં કાર્યરત ઉમેદવારે કરેલી આરટીઆઇમાં માહિતી મેળવવામાં આવતાં સમગ્ર ઘટસ્ફોટ થયો હતો.

યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનાં ઉપાધ્યક્ષપદે પૂર્વ મેયર અને પૂર્વ ધારાસભ્ય ભાવના દવે કાર્યરત છે. તેમણે બોર્ડમાં સિનિયર-જુનિયર કલાર્કની જગ્યા શિક્ષણમંત્રી પાસે મંજૂર કરાવી 9 મહિના પહેલાં મોબાઇલ એપ્લિકેશનથી ભરતી કરી હતી. પોતાના જ સગા ભત્રીજાની કંપનીને ટેન્ડરપ્રક્રિયા હાથ ધર્યા વગર આ પરીક્ષાનો કોન્ટ્રેકટ આપ્યો હતો. આ પરીક્ષા SHOOLINDESIGH PVT LTD દ્વારા લેવામાં આવી હતી. આરટીઆઇમાં કંપનીને કેટલો ખર્ચ ચૂકવ્યો એની માહિતી ન આપી. પરીક્ષામાં કુલ 2200 અરજી આવી હતી, એ પૈકી 1600 ઉમેદવારે પરીક્ષા આપી હતી. 130 ઉમેદવાર પાસ થયા છતાં 50ને ઇન્ટરવ્યુમાં બોલાવાયા હતા.

ભરતીને 9 મહિનાનો સમય વીત્યો છતાં વેબસાઇટ પર આજદિન સુધી પરિણામ પણ મૂકવામાં આવ્યું નથી.

સિનિયર કલાર્ક ભાવના દવેના સગા
આરટીઆઇ દ્વારા માગવામાં આવેલી માહિતીમાં એ વાત સાબિત થાય છે કે સિનિયર કલાર્ક તરીકે પસંદગી પામેલા મિલન પંડયા ભાવનાના કૌટુંબિક સગા થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો