તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Former Madhya Pradesh Chief Minister Kamal Nath Called The Item On Madhya Pradesh Minister Imrati Devi

ટિપ્પણી પર વિવાદ:કમલનાથે મધ્યપ્રદેશનાં મંત્રી ઈમરતી દેવીને આઇટમ કહ્યાં; શિવરાજ-સિંધિયા સહિત ભાજપના અનેક નેતાઓનાં મૌન ધરણાં, માયાવતીએ કહ્યું- કોંગ્રેસ માફી માગે

ભોપાલ12 દિવસ પહેલા
ભોપાલના મિન્ટો હોલમાં ગાંધી પ્રતિમાની સામે મુખ્યમંત્રી તેમના મંત્રીઓ સાથે મૌન વ્રત પર બેઠા છે.
  • અગાઉ દિગ્વિજયે મીનાક્ષી નટરાજનને 100 ટંચ માલ કહ્યું હતું
  • બસપાનાં પ્રમુખ માયાવતીએ કહ્યું-કોંગ્રેસે જાહેરમાં માફી માગવી જોઈએ

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રાજ્યના મહિલા અને બાળ વિકાસમંત્રી ઈમરતી દેવી અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદને હોબાળો મચાવી દીધો છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, જ્યોતિરાદિત્ય સિંધિયા, ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા સહિત અનેક નેતાઓ જુદાં જુદાં શહેરોમાં મૌન વિરોધ પર બેઠા. ઈમરતીદેવીએ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીને કમલનાથને પાર્ટીમાંથી હાંકી કાઢવા માગ કરી છે, જ્યારે બસપાનાં પ્રમુખ માયાવતીએ કહ્યું છે કે કોંગ્રેસે જાહેરમાં માફી માગવી જોઈએ.

માયાવતીનું ટ્વીટ

કમલનાથે રવિવારે ડબરાની ચૂંટણીસભામાં ઇમરતી દેવીને 'આઇટમ' કહ્યું હતું. વિરોધમાં શિવરાજ જૂની વિધાનસભામાં ગાંધી પ્રતિમાની સામે મૌન બેઠા છે. રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગ્વાલિયરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ વી.ડી.શર્મા ઈન્દોરમાં મૌન-ઉપવાસ પર બેઠા છે.

ઈમરતી દેવી સામે થયેલી ટિપ્પણીના વિરોધમાં ભાજપના અનેક નેતાઓ મૌન પ્રદર્શન કરી રહ્યા છે.
ઈમરતી દેવી સામે થયેલી ટિપ્પણીના વિરોધમાં ભાજપના અનેક નેતાઓ મૌન પ્રદર્શન કરી રહ્યા છે.

મહિલા આયોગે નોટિસ મોકલી
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ ટ્વીટ કર્યું છે કે કમલનાથને નોટિસ મોકલવામાં આવી છે. ચૂંટણીપંચને એક પત્ર પણ લખવામાં આવ્યો છે. ગ્વાલિયર વિભાગના પાર્ટી પ્રવક્તા કે.કે. મિશ્રા કહે છે કે કમલનાથે કોઈ મહિલાને નિશાન બનાવ્યું નથી.

રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા અને મંત્રી તુલસીરામ સિલાવતે ઈન્દોરમાં મૌન રાખ્યું હતું.
રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા અને મંત્રી તુલસીરામ સિલાવતે ઈન્દોરમાં મૌન રાખ્યું હતું.

શિવરાજે કહ્યું- આ ચંબલની દીકરીનું અપમાન
શિવરાજે કહ્યું, હું મારું અપમાન સહન કરીશ, પરંતુ આજે કમલનાથે ખૂબ અન્યાય કર્યો છે. ચંબલની માટીની એક દીકરીનું અપમાન કર્યું છે. ઇમરતી દેવીનો જન્મ ગરીબ ઘરમાં થયો હતો. ઈમરતી દેવી મહેનતથી ધારાસભ્ય બન્યા અને પછી મંત્રી બન્યા. ઇમરતીદેવીનો જન્મ SC જાતિમાં થયો હતો, પરંતુ શું તમને કોઈ ગરીબ વ્યક્તિની પુત્રીનું અપમાન કરવાનો અધિકાર છે? શરમ આવે છે. કમલનાથ તમે કોનું અપમાન કરી રહ્યા છો? તમે તમારી જાતને શું સમજો છો?

ઈમરતી દેવીએ કહ્યું- તેમને મધ્યપ્રદેશમાં રહેવાનો અધિકાર નથી
ભાજપ દ્વારા રવિવારે રાત્રે ભોપાલમાં બોર્ડ ઓફિસ ખાતે કમલનાથનું પૂતળું સળગાવ્યું હતું. મંત્રી ઇમરતીદેવીએ કહ્યું, આ લોકો મધ્યપ્રદેશને જાણતા નથી. ક્યાંના છે એ ખબર નથી. તેમને મધ્યપ્રદેશમાં રહેવાનો અધિકાર નથી. માતા, બહેન અને પુત્રીને આવું કહેવું ખૂબ અપમાનજનક છે.

શિવરાજે સોનિયા ગાંધીને પત્ર લખ્યો

શું છે આખો મામલો?
રવિવારે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ રાજેને સમર્થન આપવા ગ્વાલિયર જિલ્લાની ડાબરા બેઠક પરથી પહોંચ્યા હતા. તેમણે અહીં ભાજપના ઉમેદવાર અને મંત્રી ઇમરતી દેવીનું નામ લેવાનું પણ યોગ્ય માન્યું નથી. તેમણે કહ્યું હતું કે અમારા રાજે (કોંગ્રેસના ઉમેદવાર) સરળ છે. તેઓ તેમના જેવા નથી. મારે તેનું નામ શા માટે લેવું? તો લોકોએ કહ્યું- ઈમરતી દેવી. આ સાંભળી હસતાં હસતાં કમલનાથે કહ્યું- તમે લોકો તેને મારા કરતાં વધારે ઓળખો. તમારે તો મને પહેલાંથી જ સાવધાન કરી દેવો જોઈતો હતી કે તે શું આઈટમ છે.

મધ્યપ્રદેશમાં કોંગ્રેસનો વાયદો- સત્તા મળશે તો કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારને પેન્શન
મધ્યપ્રદેશમાં 28 વિધાનસભાની બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસે જાહેર કરેલા વચનપત્રમાં લોકોને 52 જેટલા વાયદા આપવામાં આવ્યા છે જેને ત્રણ વર્ષમાં પૂરા કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. તેમાં એક વાયદો એવો પણ છે કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને પેન્શન આપીશું. આ માટે કોંગ્રેસ કોરોના સામાજિક સુરક્ષા પેન્શન યોજના રજૂ કરશે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું હતું કે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં તેમણે 974 જેટલાં વચન આપ્યાં હતાં એમાંથી 574 માત્ર 15 મહિનામાં પૂરા કરાયા હતા. વચનપત્રમાં એવું પણ કહેવાયું છે કે કેન્દ્ર સરકારના ખેડૂતવિરોધી કાયદાને મધ્યપ્રદેશમાં લાગુ પાડવામાં નહીં આવે. સત્તા પર આવશે તો કોંગ્રેસ ખેડૂતોનું દેવું માફ કરશે. સામાજિક સુરક્ષા પેન્શન પહેલા રૂપિયા 800 અપાશે અને ત્યાર પછી રૂપિયા 1000 અપાશે.

શિવરાજે કહ્યું- કપટપત્ર
કોંગ્રેસના વચનપત્ર અંગે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે કોંગ્રેસનું આ કપટપત્ર છે. કોંગ્રેસે એકપણ વચન પાળ્યું નથી અને નવું વચન પત્ર લઈ આવ્યા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો