તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

IPL-2020:ભાવનગરના પૂર્વ ક્રિકેટર પ્રકાશ મેચ રેફરી નિમાયા

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુબઇમાં રમાનાર IPL-2020 ટી-20 માટે
  • અગાઉ 9 મેચોમાં રેફરી રહી ચૂક્યા છે

ભાવનગરથી ક્રિકેટની કારકીર્દિની શરૂઆત કરનાર અને અનુભવી ક્રિકેટર તથા સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ટીમના પૂર્વ સુકાની, સિલેક્ટર પ્રકાશ ભટ્ટને દુબઇમાં રમાનાર ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ) માટે મેચ રેફરીની ભૂમિકા અદા કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે.

પ્રકાશ ભટ્ટ ભાવનગરમાં શાળા સ્તરેથી ક્રિકેટમાં પગરવ કર્યા બાદ રણજી ટ્રોફીમાં 51 મેચો રમી ચૂક્યા છે. આવકવેરા વિભાગમાં આસિ. કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા પ્રકાશ ભટ્ટ આ અગાઉ બીસીસીઆઇની 9 આઇપીએલ મેચોમાં મેચ રેફરી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. દુબઇમાં રમાનાર આઇપીએલની 13મી આવૃત્તિમાં મેચ રેફરીની ભૂમિકા અદા કરવા તેઓ પહોંચી ચૂક્યા છે, અને હાલ ક્વોરન્ટાઇન સમય પસાર કરી રહ્યા છે. ક્રિકેટ કોચિંગ ક્ષેત્રે પણ તેઓએ બીસીસીઆઇની લેવલ પરીક્ષા પસાર કરેલી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો