તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના બેકાબૂ:કચ્છમાં સંક્રમણને રોકવા વિવિધ 9 સમિતિની રચના

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
કચ્છના પૂર્વ ડીડીઓ અને હાલ જિલ્લાના નોડલ અધિકારી રાજકુમાર બેનિવાલની અધ્યક્ષતામાં બેઠક બાદ વિવિધ સમિતિઓને કામગીરી સોંપવામાં આવી હતી
  • જિલ્લાના પૂર્વ ડીડીઓ અને હાલના નોડલ અધિકારીએ માર્ગદર્શન સાથે સમીક્ષા કરી

કલેકટર કચેરીએ મહામારીના પગલે કચ્છના નોડલ અધિકારીની અધ્યક્ષતામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. કચ્છના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી રાજકુમાર બેનિવાલની અધ્યક્ષતા હેઠળ કોવિડ-19ના સંક્રમણને રોકવા તેમજ સાવચેતીના પગલાં ભરવા, જનજાગૃતિ માટે વિવિધ નવ સમિતિઓની રચના કરાઇ છે. સર્વેલન્સ ટીમ ઘરે ઘરે જઇ કોવિડ સર્વે કરશે.

આરોગ્ય તંત્ર સાથે જોડાઇને આ ટીમ હેલ્થ અંગે વિવિધ ટેસ્ટ અને રિપોર્ટની દૈનિક કામગીરીની વિગતો જિલ્લા કોવિડ કન્ટ્રોલરૂમને આપશે. એકશન ટેકન ટીમ, કોવિડ-19 ની અમલીકરણ સમિતિ કચ્છના ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી અને મુન્દ્રા ઝોનની વોર્ડ વાઇઝ કોવિડ દર્દી માટે હોમ આઇસોલેશન, કોવિડ કેર સેન્ટર, હોસ્પિટાઇલેશન વગેરે બાબતોનું અમલીકરણ કરાશે. સર્વેલનસ ટીમના ભાગરૂપે ટેસ્ટીંગ ટીમ પણ કાર્યરત થશે.

આ બધી ટીમોને જરૂરી ડેટા વગેરે પુરુ પાડવાની તેમજ એકત્ર કરવાનું કામ ડેટા એનાલીસીસ ટીમ કરશે. ગ્રિવન્સ રીડરેસલ ટીમ, ફરિયાદ નિવારણ સમિતિ જિલ્લામાં મળેલી ફરિયાદોનું તત્કાલ ધોરણે નિવારણ કરશે જેના હેલ્પલાઇન નં.1077 અને 02832-252207 છે. ઉપરાંત 104, 108 હેલ્પલાઇનની પણ મદદ લઇ શકાશે. હોસ્પિટલ મેનેજમેન્ટ ટીમ દ્વારા જિલ્લાની તેમજ ગ્રામ્ય સ્તરની કોવિ-19 હોસ્પિટલ હેઠળની કામગીરી અને જરૂરિયાતો અંગે કામગીરી કરશે, જેમાં મેડિકલ આસિસ્ટન્ટ ટીમ પણ કાર્યરત કરાઇ છે, જેમાં નિષ્ણાંત ડોકટરો દ્વારા ક્રિટીકલ કેસો અંગે માર્ગદર્શન, ઓનલાઇન કોન્ફરન્સથી માહિતી અપાશે. ઈન્ફોર્મેશન ઈલેકટ્રોનિક કોમ્યુનિકેશન ટીમ દ્વારા લોકોને કોરોના બાબતે માહિતગાર કરાશે. ઈન્વેટરી મેનેજમેન્ટ ટીમ પણ કોવિડ-19 માટે કામગીરી કરશે. આ તમામ ટીમ દૈનિક રિપોર્ટીંગ જિલ્લા સ્તરે કચ્છ કોવિડ-19 ની ટીમને કલેકટરની અધ્યક્ષતા હેઠળ રાજયસ્તરે પણ રિપોર્ટીંગ આપશે.

બેઠકમાં કલેકટર પ્રવિણા ડી.કે., ડીડીઓ પ્રભવ જોશી, RAC કુલદીપસિંહ ઝાલા, ડીઆરડીએ નિયામક મેહુલ જોશી, તાલીમી આઇએએસ નિધિ સિવાચ, પ્રાંત અધિકારી સર્વે ભુજના મનીષ ગુરવાણી, મુન્દ્રા-માંડવીના કે.આર.ચૌધરી, ભચાઉના પી.એ.જાડેજા, અબડાસાના ડી.એ.ઝાલા, સિવિલ સર્જન ડો.કશ્પય બુચ, ડેપ્યુટી ડીડીઓ ગૌરવ પ્રજાપતિ, પાર્થ કોટડિયા વગેરે ઉપસ્થિત રહયા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો