ડણક / ચોટીલાના ચોબારી અને રામપરાની સીમમાં 3-4 કિમી વિસ્તારમાં સિંહ ફરતા હોવાની વન વિભાગને આશંકા  

સિંહની ફાઇલ તસવીર
સિંહની ફાઇલ તસવીર

  • સિંહોને ચોટીલા વિસ્તાર અનુકૂળ આવ્યો હોવાની વિન વિભાગની માન્યતા

Divyabhaskar.com

Nov 22, 2019, 04:48 AM IST
સુરેન્દ્રનગર: ચોટીલાની સીમમાં ફરતા સિંહ ગુરુવારે ચોબારી અને રામપરા ગામની સીમના અંદાજે 3થી 4 કિલોમીટરમાં હોવાની આશંકા વન વિભાગે વ્યક્ત કરી છે.
પથરાળ વિસ્તાર હોવાથી ફૂટપ્રિન્ટ જોવા મળ્યા નથી
ચોટીલાના સીમ વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે મારણ ખાતાં 2 નર પાઠડા વનવિભાગના કૅમેરામાં જોવા મળ્યા હતા. ત્યાર બાદ અન્ય કોઈ જગ્યાએ મારણ કર્યાનું ગુરુવારે મોડી સાંજ સુધી બહાર આવ્યું નથી. જે જગ્યાએ નર પાઠડાઓએ મારણ કર્યું હતું તેની આસપાસના થોડા વિસ્તારમાં તેના સગડ મળી આવ્યા છે. જ્યાંથી આગળ પથરાળ વિસ્તાર હોવાથી ત્યાં કોઈ ફૂટપ્રિન્ટ જોવા મળ્યા નથી પરંતુ ફોરેસ્ટ વિભાગની ટ્રેકિંગ ટીમ દ્વારા સિંહની મૂવમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે, તે અનુસાર બંને નર પાઠડા ચોબારી અને રામપરા ગામની સીમના અંદાજે 3થી 4 કિલોમિટરના વિસ્તારમાં જ ક્યાંક હોવાની આશંકા છે. આ વિસ્તાર છોડી સિંહ ક્યાંય બહાર નીકળી ગયા હોય તેવી કોઈ શક્યતા હોલ ફોરેસ્ટ વિભાગની ટીમને જણાતી નથી.
ફોરેસ્ટ વિભાગની ટીમ સતર્ક બની
ચોટીલાના રામપરા, ચોબારી, ધરમપુર અને વિંછીયાના ઢેઢુકી ગામમાં મંગળવારે સિંહ ફરતા હોવાની સાથે મારણ કર્યાની વિગતો મળતાંની સાથે ફોરેસ્ટ વિભાગની ટીમ સતર્ક બની ગઈ છે. રાત-દિવસ આ ગામની સીમમાં પડાવ નાખીને સિંહનું સતત મોનેટરિંગ કરી રહ્યા છે, જેમાં સિંહના હાલના વર્તનને જોતાં તેમને અહીંયા અનુકૂળતા હોવાનું વન વિભાગની ટીમ માની રહી છે અને કદાચ આ સિંહ વસવાટ પણ કરે સંજોગો જણાઈ રહ્યા છે.
સિંહના પગલાને આધારે તે ક્યાં છે, કેટલે દૂર છે તે જાણી શકાય
જૂનાગઢથી આવેલી નિષ્ણાતની ટીમ દ્વારા સિંહનાં પગલાંના આધારે તેનું અંદાજિત લોકેશન જાણવાનો પ્રયાસ કરાય છે, જેમાં વહેલી સવારે તાજા સગડ મળે તો અંદાજે 2.5થી 4 કિલોમીટરના વિસ્તારમાં હોઈ શકે છે. જ્યારે રાત્રીના સમયે પગનાં તાજાં નિશાન મળે તો તે 10 કિમીથી પણ વધુ દૂર જઈ શકે છે. તેમજ જો ફૂટપ્રિન્ટ ખૂબ જૂની થઈ ગયેલી જોવા મળે તો લગભગ અંદાજ કાઢવો મુશ્કેલ બને છે.
X
સિંહની ફાઇલ તસવીરસિંહની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી