ઘુવડ તસ્કર ગેંગ / વન વિભાગે નકલી સાધુ મોકલી સંતરામપુરથી લાલપુર સુધી ટ્રેપ કરી 10 આરોપીઓને પકડ્યા

X

  • વન્ય અધિકારી મુજબ ઘુવડની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 10 લાખથી વધારે
  • આરોપી પાસેથી એક ઘુવડ, એક કાચબો, એક શેરો અને 11 મોબાઈલ કબ્જે કરાયા

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 06:14 PM IST

ઈડર/ હિંમતનગર. ઈડરના લાલપુર (વા)  ખાતે ધુવડની મંત્રતંત્ર અને તાંત્રિક વિધિ માટે તસ્કરી કરતી ગેંગને ઝડપી પાડી છે. 10 આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાંત્રિક વિધિ માટે તસ્કરી કરતી ગેંગને ઝડપી પાડવા માટે સંતરામપુરથી લઈને ઈડરના લાલપુર સુધી ટ્રેપ કરવામાં આવી હતી.  આરોપી પાસેથી એક ઘુવડ, એક કાચબો, એક શેરો અને 11 મોબાઈલ કબ્જે લઈ ઇડર રાણી તળાવ પાસે આવેલી ફોરેસ્ટ ઓફિસ લઈ જવાયા હતા. ઝડપાયેલા ઘુવડ આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 10 લાખથી વધારેની કિંમત ચાલે છે.

વડોદરા વન વિભાગના સ્ટાફે ટ્રેપ ગોઠવી
વન સરંક્ષક વાઈલ્ડ લાઈફ ક્રાઈમ સેલ ગાંધીનગર અને વન સંરક્ષક વન્યજીવ વર્તુળ કેવડિયાની સૂચનાથી વન્યજીવ વિભાગ વડોદરા દ્વારા નકલી સાધુ ઊભા કરીને ઘુવડની પૂજા કરવાના નેટવર્ક પકડવા માટે જાળ પાથરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ કાલોલના અનિલ મકવાણાનો સંપર્ક કરાયો હતો. તેને મળીને સંતરામપુરના ચુનીલાલ મનસુખ માલીવાડ અને તાવીયાડ ખેમા જોબનબાઈને મળીને તેમને સાથે લઈને ત્યાંથી કડાણા ગયા હતા. નકલી સાધુ બનેલા ફોરેસ્ટના સ્ટાફ બીજા બે ઈસમોને મળવા ગયા હતા પરંતુ તે મળ્યા ન હતા. જેથી ઈડરનું લોકેશન મળતા ઈડરથી ભિલોડા રોડ પર આવેલા લાલપુર(વા) બે વ્યક્તિ બાઈક પર મળ્યા હતા અને તે બંને નજીકના ખેતરમાં લઈ ગયા હતા. ત્યાં દલપત રામજી ઠાકરા અને ચંદુ કચરા ભાંભીએ થેલીમાં ઘુવડ ઈને આવતા તેમની પકડી પાડવામાં આવ્યા હતા.

આરોપીઓના નામ
1. અનિલકુમાર કાંતિભાઈ મકવાણા, કાલોલ, જિલ્લો પંચમહાલ
2. સુનિલલાલ મનસુખભાઇ માલીવાડ,સંતરામપુર, જિલ્લો મહીસાગર
3. ખેમાભાઇ જોલનભાઇ,તાવીયાડ,સંતરામપુર, જિલ્લો મહીસાગર
4. દલપતભાઇ સંમાભાઇ ઠાકરડા,ગોરલ,ઇડર, જિલ્લો સાબરકાંઠા
5. ચંદુભાઇ કચરાભાઇ ભાંભી,ભવાનગઢ, ઇડર, જીલ્લા સાબરકાંઠા
6. અરવિંદભાઈ અબજાભાઈ પ્રજાપતિ, દેશોતર, ઈડર, જિલ્લો  સાબરકાંઠા
7. જગદીશભાઈ કોદરભાઈ ચૌધરી, ચોટાસણ,ઈડર, જિલ્લો સાબરકાંઠા
8. હરેશભાઈ આશાભાઈ પટેલ, કેશરગંજ, ઈડર, જિલ્લો સાબરકાંઠા
9. કેશાભાઈ ભીમાભાઇ ઠાકોર, ભીમપુરા, જિલ્લો મહેસાણા
10. સુસંગજી તલાજી ઠાકોર, ભીમપુરા, જિલ્લો મહેસાણા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી