તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વનવિભાગ સફળ:વિશ્વમાં સૌ પ્રથમવાર માદા જાતિના ખડમોરને પણ PPTથી ટેગ કરાયું

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે વનવિભાગને સફળતા
  • સમગ્ર વિશ્વમાં 700ની વસ્તી : પ્રજનન, રહેણાંક અંગે માહિતી મળશે

તાજેતરમાં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે એક નર અને એક માદા ખડમોર ને ટેગ લગાડવામાં આવ્યા. વિશ્વમાં કોઈ માદા ખડમોર ને ટેગ લગાડવાનો આ પ્રથમ કિસ્સો છે. આ પક્ષીની વૈશ્વિક વસ્તી ધીરે ધીરે ઘટી રહી છે. હાલમાં તેની કુલ વસ્તી 700 થી પણ ઓછી હોવાનો અંદાજ છે. સમગ્ર વિશ્વમાં તેઓ ફક્ત ભારતમાં જોવા મળે છે અને કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે સૌથી વધુ ડેન્સિટી માં જોવા મળે છે.

ગુજરાત રાજ્ય માં બસ્ટાર્ડ કુળ નાં કુલ ત્રણ પક્ષીઓ જોવા મળે છે. ઘોરાડ , ખડમોર અને હુબારા. આ ત્રણ પૈકી ખડમોર સૌથી નાનું પક્ષી છે. ચોમાસું આ પક્ષીની પ્રજનન ઋતુ છે અને તે દરમિયાન આ પક્ષી સૌથી વધુ સંખ્યામાં ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જોવા મળે છે. આ સિવાય મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં પણ આ પક્ષી જોવા મળે છે.

સાસણ વન વિભાગ દ્વારા ખડમોરને ટેગ કરવાનું કામ તા.1 સપ્ટે થી લઈને તા.5 સપ્ટે સુધીમાં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ સર્વે કર્યા બાદ કુશળ ટ્રેપર ની મદદથી પક્ષીઓને પકડીને પી.ટી.ટી ટેગ લગાવવામાં આવ્યા હતા. ગુજરાત વન વિભાગ દ્વારા સૌપ્રથમ વાર આ પ્રકારના ટેગ લગાવવામાં આવ્યા છે. ટેગ દ્વારા ખડમોર નો વસવાટ , સ્થળાંતર નાં સ્થાન ની પસંદગી અને પક્ષીના વ્યાપ અંગે માહિતી મળશે. ટેગિંગ નું કામ સાસણગીર વન વિભાગ અને કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન દ્વારા કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી દ્વારા અભિનંદન
ખડમોર ને ટેગ કરવાની આ વિશ્વની પ્રથમ ઘટના હોવાથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ સાસણ અને ગુજરાત ની વન વિભાગ ની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. બસ્ટાર્ડ એક્સપર્ટ દ્વારા માદા ખડમોર ને ટેગ કરવામાં આવી છે.

ધર્મકુમારસિંહજીએ 498 ખડમોરને ટેગ કર્યા હતા
ભારતમાં ખૂબ પ્રચલિત પક્ષિવિદ અને ભાવનગર નાં રાઓલ ધર્મકુમાર સિંહજી દ્વારા ઇસ.1940 થી લઈને 1947 સુધી ખડમોર પર ખૂબ કામ કરવામાં આવ્યું હતું. તેઓએ આ સાત વર્ષના ગાળામાં કુલ 498 ખડમોર ને ટેગ કર્યા હતા. તે સમયે સેટેલાઇટ ટેગ ની સુવિધા ન હોવાથી તાંબાની રીંગ પગમાં પહેરાવી ને ટેગ કરવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે રીંગ પણ અહી ભાવનગર માં જ બનાવવામાં આવી હતી.

તેમાંથી 28 પક્ષીઓ રિકેપચર પણ થયા હતા. વિશ્વમાં સૌપ્રથમ વાર ખડમોર ને ટેગ કરવાની આ ઘટનાને લઈને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી માં રિસર્ચ પેપર પણ આવ્યું હતું. ઇતિહાસ માં કહેવાય છે કે અત્યારે હિમાલયા મોલ આવેલો છે તે વિસ્તાર સુધી ખડમોર ની હાજરી જોવા મળતી હતી.

12 ગ્રામ વજનનું ટેગ ખાસ જર્મનીથી મંગાવવામાં આવ્યું છે
આ ટેગ નું પૂરું નામ પ્લેટફોર્મ ટ્રાનસમીટર ટર્મિનલ ટેગ છે અને સૂર્ય ઊર્જાથી ચાલે છે. નર અને માદા માં નાખેલા ટેગ નું વજન 12 ગ્રામ છે અને તે જર્મની થી મંગાવવામાં આવ્યું છે. વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા કરાયેલ ગણતરી અનુસાર તેમની સંખ્યા ખૂબ ઓછી છે. આ ટેગ નાં લીધે તેમાં સ્થળાંતર, માર્ગ અને ક્યાંય રોકાય છે કે કેમ તેની માહિતી મળશે. સૌથી અગત્યની જાણવાલાયક બાબત એ છે કે જે જગ્યાએ તેઓ સ્થળાંતર કરે છે તે પક્ષી માટે સુરક્ષિત જગ્યા છે કે નથી. - એમ.એચ. ત્રિવેદી, ડિરેકટર, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનુ

એક્સપર્ટ ઓપિનિયન, ભાલમાં ગૌચર ખતમ થતા તેની વસ્તી ખતમ થઈ રહી છે
ખડમોરને ઘાસિયા મેદાન ની સ્વસ્થતા નાં ખૂબ ઉત્તમ સૂચક માનવામાં આવે છે. જેમ જેમ ભાલમાં ગૌચર ખતમ થઈ રહ્યા છે તેમ તેઓની વસ્તી ઘટી રહી છે. કોઈ પણ પક્ષીને ટેગ તેના વજનનાં 1 થી 10 ટકા વજન નું ટેગ પીઠ પર લગાવવામાં આવે છે. માદા ખડમોર નું વજન 600 થી 700 ગ્રામ હોવાથી તેમને 25 ગ્રામ સુધીના ટેગ લગાવી શકાય છે. ટેગ લગાવ્યા નાં એક કલાક ની અંદર પક્ષી પોતાની સામાન્ય પ્રક્રિયા કરતા જોવા મળ્યા હતા.જે સાબિતી છે કે ટેગ બરાબર લગાવવામાં આવ્યું છે. > ડો.ઈન્દ્ર ગઢવી , હેડ - મરીન સાયન્સ વિભાગ ગુજરાત જીવ વિવિધતા બોર્ડ નાં સભ્ય

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો