• Home
  • Entertainment
  • Bollywood
  • For the first time in eight years, cricketer Virat Kohli topped the list, Akshay Kumar in second place in Forbes Celebrity 100

ફોર્બ્સ સેલિબ્રિટી 100 / આઠ વર્ષમાં પહેલી જ વાર એક્ટરને બદલે ક્રિકેટર વિરાટ કોહલી ટોચ પર, અક્ષય કુમાર બીજા સ્થાને

For the first time in eight years, cricketer Virat Kohli topped the list, Akshay Kumar in second place in Forbes Celebrity 100

Divyabhaskar.com

Dec 19, 2019, 03:40 PM IST

મુંબઈઃ ફોર્બ્સ ઈન્ડિયાએ વાર્ષિક સેલિબ્રિટી 100નું લિસ્ટ જાહેર કર્યું છે. આ વર્ષે અક્ષય કુમાર (વર્ષ 2019માં 293.25 કરોડની કમાણી) આ યાદીમાં બીજા નંબરે રહ્યો છે. પહેલાં નંબરે વિરાટ કોહલી છે. ફોર્બ્સ ઈન્ડિયા સેલિબ્રિટી 100 લિસ્ટ છેલ્લાં આઠ વર્ષથી બહાર પાડવામાં આવે છે. આ આઠ વર્ષમાં પહેલી જ વાર કોઈ બોલિવૂડ સ્ટાર્સને બદલે ક્રિકેટર ટોચના ક્રમે રહ્યો છે. 31 વર્ષીય વિરાટ કોહલીએ 1, ઓક્ટોબર, 2018થી 30, સપ્ટેમ્બર 2019 દરમિયાન 252.72 કરોડની કમાણી કરી હતી, જેમાં મેચ ફી, બીસીસીઆઈ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ તથા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની કમાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટોપ 10માં પહેલી જ વાર બે એક્ટ્રેસિસ

સલમાન ખાન આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ 11’ સફળતાપૂર્વક હોસ્ટ કર્યો હતો અને તેને કારણે તેઓ ચાર નંબર પર છે, તેમની કમાણી 239.25 કરોડ છે. આ વર્ષે પહેલી જ વાર ટોપ 10ના લિસ્ટમાં બે એક્ટ્રેસ આલિયા ભટ્ટ (નંબર 8 પર) તથા દીપિકા પાદુકોણ (નંબર 10 પર) સામેલ છે. શાહરુખ ખાન, રણવીર સિંહ પણ ટોપ 10માં સામેલ છે.

ટીવી સ્ટાર્સ પણ આ લિસ્ટમાં સામેલ
સેલિબ્રિટી 100 લિસ્ટમાં ટીવી સ્ટાર્સ કપિલ શર્મા (53 નંબરે), દિવ્યાંકા ત્રિપાઠી (79 નંબરે), ભારતી સિંહ (82 નંબરે), કરન કુંદ્રા (92 નંબરે) સામેલ છે. આ વખતે સેલિબ્રિટી શૅફનો પણ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં શૅફ રણવીર બ્રાર (96 નંબરે) તથા શૅફ વિકાસ ખન્ના (97 નંબર) છે.

ગયા વર્ષ કરતાં આવક વધી
ગયા વર્ષ કરતાં આ વર્ષે 100 સેલિબ્રિટીની કમાણીમાં 22 ટકાનો વધારો થયો છે. વર્ષ 2018માં 100 સેલિબ્રિટીની કમાણી 3140.25 કરોડની હતી, જ્યારે આ વર્ષે 3842.94 કરોડ છે. શાહરુખ ખાનની વર્ષ 2018માં માત્ર એક જ ફિલ્મ ‘ઝીરો’ રિલીઝ થઈ હતી તેમ છતાંય તે ટોપ 10માં પરત ફર્યો છે. ગયા વર્ષે તે 13મા સ્થાને હતો. જોકે, શાહરુખની કમાણીમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે 27 ટકાનો ઘટાડો નોંધાયો છે.

કેવી રીતે ગણતરી થાય છે?
સેલિબ્રિટી 100 લિસ્ટ રેંકિગમાં બે માપંદડો ધ્યાનમાં લેવામાં આવે છે, જેમાં સૌ પહેલાં અંદાજિત કમાણીને ધ્યાનમાં લેવામાં આવે છે. અંદાજિત કમાણીમાં પ્રોફેશનલ ફી તથા એન્ડોર્સમેન્ટ ફીનો સમાવેશ થાય છે. બીજા માપદંડ તરીકે તેમની અંદાજિત લોકપ્રિયતાને ધ્યાનમાં લેવામાં આવે છે, જેમાં પ્રિન્ટ તથા સોશિયલ મીડિયા રીચનો સમાવેશ થાય છે. કમાણીમાં કોઈ ઈવેન્ટમાં હાજરી આપી તે, પ્રાઈવેટ પર્ફોર્મન્સ, રોકાણો પરનું વળતર તથા હિસ્સેદારીના વેચાણનો સમાવેશ કરવામાં આવ્યો નથી. કેટલાંક સેલિબ્રિટીઝની આવક વધારે હોય પરંતુ તેમની લોકપ્રિયા ઓછી હોવાને કારણે તેઓ લિસ્ટમાં પાછળ રહ્યાં છે. આ ગણતરીમાં 1, ઓક્ટોબર, 2018થી 30, સપ્ટેમ્બર 2019નો સમયગાળો લેવામાં આવ્યો છે.

ટોપ 10 લિસ્ટ

સ્થાન સેલેબ્સનું નામ વર્ષ 2018માં ક્યા સ્થાને હતાં?
1 વિરાટ કોહલી (252.72 cr) 2
2 અક્ષય કુમાર (293.25 cr) 3
3 સલમાન ખાન (229.25 cr) 1
4 અમિતાભ બચ્ચન (239.25 cr) 7
5 મહેન્દ્ર સિંહ ધોની (135.93 cr) 5
6 શાહરુખ ખાન (124.38 cr) 13
7 રણવીર સિંહ (118.2 cr) 8
8 આલિયા ભટ્ટ (59.21 cr) 12
9 સચિન તેંડુલકર (76.96 cr) 9
10 દીપિકા પાદુકોણ (48 cr) 4

ટોપ 100માં સામેલ ફિલ્મી જગતની હસ્તીઓ
અજય દેવગન (94 કરોડ) - 12 નંબર પર
રજનીકાંત (100 કરોડ) - 13 નંબર પર
પ્રિયંકા ચોપરા (23.4 કરોડ) - 14 નંબર પર
આમિર ખાન (85 કરોડ) - 15 નંબર પર
એ આર રહેમાન (94.8 કરોડ) - 16 નંબર પર
પ્રિતમ (97.78 કરોડ) - 17 નંબર પર
રીતિક રોશન (58.73 કરોડ) - 18 નંબર પર
અમિત ત્રિવેદી (80.73 કરોડ) - 19 નંબર પર
વિશાલ શેખર (76.84 કરોડ) - 20 નંબર પર
અનુષ્કા શર્મા (28.67 કરોડ) - 21 નંબર પર
અજય-અતુલ (77.91 કરોડ) - 22 નંબર પર
કેટરીના કૈફ (23.63 કરોડ) - 23 નંબર પર
શંકર-અહેસાન-લોય (76.48 કરોડ) - 24 નંબર પર
વરુણ ધવન (33 કરોડ) - 25 નંબર પર
અરજિત સિંહ (71.95 કરોડ) - 26 નંબર પર
મોહનલાલ (64.5 કરોડ) - 27 નંબર પર
શ્રદ્ધા કપૂર (8.33 કરોડ) - 28 નંબર પર
નેહા કક્કર (25 કરોડ) - 29 નંબર પર
જેક્લીન ફર્નાન્ડિઝ (9.5 કરોડ) - 32 નંબર પર
શાહિદ કપૂર (12.75 કરોડ) - 36 નંબર પર
આયુષ્માન ખુરાના (30.5 કરોડ) - 37 નંબર પર
ક્રિતિ સેનન (8.09 કરોડ) - 38 નંબર પર
દિલજીત દોસાંજ (36.91 કરોડ) - 39 નંબર પર
ટાઈગર શ્રોફ (18.5 કરોડ) - 40 નંબર પર
પરિણીતી ચોપરા (12.5 કરોડ) - 41 નંબર પર
સોનમ કપૂર (8.5 કરોડ) - 42 નંબર પર
દિશા પટની (5.8 કરોડ) - 43 નંબર પર
પ્રભાસ (35 કરોડ) - 44 નંબર પર
રણબીર કપૂર (45 કરોડ) - 45 નંબર પર
જ્હોન અબ્રાહમ (28.5 કરોડ) - 46 નંબર પર
વિજય (30 કરોડ) - 47 નંબર પર
સની લિયોની (2.5 કરોડ) - 48 નંબર પર
ગુરુ રંધાવા (26.4 કરોડ) - 49 નંબર પર
કરન જોહર (12 કરોડ) - 50 નંબર પર
અજીત કુમાર (40.5 કરોડ) - 52 નંબર પર
કપિલ શર્મા (34.98 કરોડ) - 53 નંબર પર
મહેશ બાબુ (35 કરોડ) - 54 નંબર પર
એસ શંકર (31.5 કરોડ) - 55 નંબર પર
કમલ હસન (34 કરોડ) - 56 નંબર પર
માધુરી દીક્ષિત (10.83 કરોડ) - 57 નંબર પર
બાદશાહ (29.17 કરોડ) - 58 નંબર પર
સોનાક્ષી સિંહા (6.14 કરોડ) - 59 નંબર પર
રોહિત શેટ્ટી (32.17 કરોડ) - 60 નંબર પર
મામૂટી (33.5 કરોડ) - 62 નંબર પર
ધનુષ (31.75 કરોડ) - 64 નંબર પર
અર્જુન કપૂર (11.45 કરોડ) - 65 નંબર પર
સારા અલી ખાન (5.75 કરોડ) - 66 નંબર પર
કાર્તિક આર્યન (10.38 કરોડ) - 67 નંબર પર
તાપસી પન્નુ (6.18 કરોડ) - 68 નંબર પર
સુશાંત સિંહ રાજપૂત (14.26 કરોડ) - 69 નંબર પર
કંગના રનૌત (17.5 કરોડ) - 70 નંબર પર
અનિલ કપૂર (14.67 કરોડ) - 71 નંબર પર

વિકી કૌશલ (10.42 કરોડ) - 72 નંબર પર
સૈફ અલી ખાન (17.03 કરોડ) - 74 નંબર પર
શિલ્પા શેટ્ટી (2.26 કરોડ) - 75 નંબર પર
મલાઈકા અરોરા (2.09 કરોડ) - 76 નંબર પર
ત્રીવિક્રમ શ્રીનિવાસ (21.5 કરોડ) - 77 નંબર પર
અલી અબ્બાસ ઝફર (15 કરોડ) - 78 નંબર પર
દિવ્યાંકા ત્રિપાઠી (1.46 કરોડ) - 79 નંબર પર
શિવા (12.17 કરોડ) - 80 નંબર પર
ભારતી સિંહ (10.92 કરોડ) - 82 નંબર પર
ઝોયા અખ્તર (9.33 કરોડ) - 83 નંબર પર
કાર્તિક સુબ્બારાજ (13.5 કરોડ) - 84 નંબર પર
રેમો ડિસોઝા (1.63 કરોડ) - 86 નંબર પર
રવિના ટંડન (2.4 કરોડ) - 89 નંબર પર
કરન કુંદ્રા (4.12 કરોડ) - 92 નંબર પર
કલ્કી કેકલાં (3.33 કરોડ) - 93 નંબર પર

X
For the first time in eight years, cricketer Virat Kohli topped the list, Akshay Kumar in second place in Forbes Celebrity 100

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી