તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • For The First Time, A 175 year old Science Magazine Has Backed Democratic Nominee Biden, Saying His Record Has Always Been One Of Faith In Science.

ન્યૂયોર્ક ટાઈમ્સ તરફથી:175 વર્ષ જૂના સાયન્સ મેગેઝિને પહેલીવાર ડેમોક્રેટ ઉમેદવાર બાઇડેનનું સમર્થન કરતાં કહ્યું, તેમનો રેકોર્ડ હંમેશાં વિજ્ઞાનમાં વિશ્વાસનો રહ્યો છે

વોશિંગ્ટનએક દિવસ પહેલા
  • કૉપી લિંક
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડેન.
  • સૌથી જૂના અમેરિકન મેગેઝિનના સંપાદકીયમાં લખાયું- ટ્રમ્પ વિજ્ઞાનક્ષેત્રે હંમેશાં નિષ્ફળ રહ્યા છે

અમેરિકાના 175 વર્ષ જૂના ‘સાયન્ટિફિક અમેરિકન’ નામના સાયન્સ મેગેઝિને પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેનનું સમર્થન કર્યું છે. મેગેઝિને આ વાત મંગળવારે ઓનલાઈન પોસ્ટમાં જણાવી હતી. આ સાથે વરિષ્ઠ સંપાદક જોશ ફિશમેને સંપાદકીયમાં લખ્યું હતું કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોવિડ-19, આરોગ્યક્ષેત્રમાં સુધારા કરવામાં, કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં તેમજ વિજ્ઞાનક્ષેત્રે નીતિઓ ઘડવામાં હંમેશાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે જો બાઈડેન આ મુશ્કેલી સામે લડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.

‘સાયન્ટિફિક અમેરિકન’ અમેરિકાનું સૌથી જૂનું મેગેઝિન છે. તેણે 175 વર્ષના ઈતિહાસમાં ક્યારેય પ્રમુખપદના ઉમેદવારનું સમર્થન નથી કર્યું. આ મેગેઝિનના ચીફ એડિટર લોરા હેલ્મથે મંગળવારે કહ્યું હતું કે ‘ટ્રમ્પ અને તેમના તંત્રને અમે ધાર્યાં હતાં એનાથી પણ વધારે નિષ્ફળ ગયાં છે. તેઓ વિજ્ઞાનમાં પણ વિશ્વાસ નથી કરતા. તેઓ ફક્ત પોતાના લાભ અને પ્રોજેક્ટની વાત કરે છે. અમે જો બાઈડેનનું સમર્થન કરીએ છે, કારણ કે બાઈડેનનો રેકોર્ડ વિજ્ઞાનના માર્ગે ચાલવાનો રહ્યો છે. તેઓ ક્લાઈમેટ ચેન્જની વાત કરે છે. આ સાથે વૈશ્વિક મહામારી સામે લડવાના ઉપાય પણ સૂચવે છે. જ્યારે ટ્રમ્પે તો કોવિડ-19ને ગંભીરતાથી લીધી પણ ન હતી અને તેના પરિણામો અમેરિકા ભોગવી રહ્યું છે.’

લોરા હેલ્મથના કહેવા પ્રમાણે, બાઈડેનનું સમર્થન કરવા તેમણે અનેક વરિષ્ઠ સંપાદકો સાથે ચર્ચા કરી હતી. ટ્રમ્પે સોમવારે કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ મુદ્દે પણ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આગ કેવી રીતે લાગી? મને નથી લાગતું કે, વિજ્ઞાન પાસે તેનો જવાબ હોય. આ મુદ્દે વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે પુરાવા અને વિજ્ઞાન કહે છે કે ટ્રમ્પે અમેરિકાને નુકસાન પહોંચાડ્યું છે, કારણ કે તેઓ પુરાવા અને વિજ્ઞાન નકારે છે.

મેગેઝિને 1950ના દસકામાં 3000 નકલ બાળીને વિરોધ કર્યો હતો
સાયન્ટિફિક અમેરિકનની સ્થાપના 1845માં સ્પ્રિંગર નેચર દ્વારા કરાઈ હતી. તેમાં નેચર અને વિજ્ઞાનના અન્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લેખો, સંશોધનો પ્રકાશિત થતાં, પરંતુ ક્યારેક તેમાં રાજકીય લેખો પણ આવતા. 1950ના દસકામાં આ મેગેઝિનમાં હાઈડ્રોજન બોમ્બને લઈને લેખ પ્રકાશિત થયો હતો, જેમાં તેમણે પરમાણુ ઊર્જા આયોગને સેન્સર કરવા પ્રેરિત કર્યું હતું. એટલું જ નહીં, મેગેઝિને હાઈડ્રોજન બોમ્બના વિરોધમાં પોતાની 3000 નકલ પણ બાળી નાખી હતી. આ ઉપરાંત 2016માં મેગેઝિનના સંપાદકોએ વિજ્ઞાનમુદ્દે ટ્રમ્પને બેજવાબદાર નિવેદનો નહીં આપવાની ચેતવણી આપી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો