તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Food Inflation Rises By 20.60% Due To Epidemic In China

ચીનમાં મહામારીને લીધે ખાદ્ય ચીજવસ્તુઓના ફુગાવાના દરમાં 20.60 ટકાનો વધારો થયો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચીનમાં ફુગાવો ડિસેમ્બરમાં 4.5 ટકાથી વધી 5.4 ટકા થઈ ગયો છે
  • જાન્યુઆરીમાં છૂટક ફુગાવાનો દર 8 વર્ષથી ઉપરની સપાટી પર હતો
  • કોરોના વાઈરસને લીધે અત્યાર સુધીમાં 900થી વધારે લોકોના મોત થયા

નવી દિલ્હીઃ નવા વર્ષ નિમિતે માંગ વધતા અને ખતરનાક કોરોના વાઈરસના પ્રકોપને લીધે પુરવઠો (Supply) અવરોધાવાને લીધે ચીનમાં મોઘવારીનો દર છેલ્લા આઠ વર્ષની ઉચ્ચ સપાટી પર પહોંચ્યો છે. આ સાથે જાન્યુઆરીમાં ખાદ્ય ચીજવસ્તુઓનો છૂટક ફુગાવાના દરમાં 20.60 ટકાનો વધારો થયો છે. સોમવારે જાહેર કરવામાં આવેલા ચીનના સત્તાવાર આંકડા પ્રમાણે ચીનમાં રિટેલ ફુગાવાના દરમાં 20.6 ટકાનો વધારો થયો છે.સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવેલા આંકડા પ્રમાણે ચીનમાં છૂટક ફુગાવાનો દર 5.4 ટકા રહ્યો છે,જે ડિસેમ્બર મહિનામાં 4.5 ટકા હતો. UOBના સંશોધન બાબતના વડા સુઆન ટેક કિને કહ્યું હતું કે રિટેલ ફુગાવાનો દર ઓક્ટોબર,2011 બાદ સૌથી ઉંચી સપાટી પર છે, ઓક્ટોબર,2011માં ફુગાવાનો દર 5.5 ટકા હતો.


ફુગાવાનો દર ફક્ત વસંત ઉત્સવને લીધે જ નહીં, પણ કોરોના વાઈરસને લીધે પણ વધ્યો છે. નિષ્ણાતોના મતે કોરોના વાઈરસના ઈલાજનો પ્રયાસ કરવાને લીધે ફુગાવાનો દર આટલા વ્યાપક પ્રમાણમાં વધ્યો છે. નોમુરાના લૂ ટિંગે કહ્યું હતું કે પરિવહન વ્યવસ્થાને અસર થવાથી તેમ જ અન્ય નિયમનકારી પગલાંને લીધે કેટલીક ચીજવસ્તુઓ મોટા શહેરમાં પહોંચતા સડી શકે છે. આ પ્રકારની ચીજવસ્તુઓમાં ફળ, શાકભાજી અને પશુઓના ઘાસચારાનો સમાવેશ થાય છે. એવું પણ કહેવામાં આવે છે કે લોકો ખાદ્ય ચીજવસ્તુઓનો સંગ્રહ કરવા લાગ્યા છે. તેને લીધે પણ મોંઘવારી વધી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો