અમદાવાદ / રિવરફ્રન્ટના ચિલ્ડ્રન પાર્કમાં ફૂડ કોર્ટ શરૂ કરાશે, ત્રણ દુકાનોનું ભાડું રૂ.17000

આ ફૂડ કોર્ટમાં માત્ર વેજ ખાવાનું જ મળી રહેશે
આ ફૂડ કોર્ટમાં માત્ર વેજ ખાવાનું જ મળી રહેશે

  • ફૂડ કોર્ટ શરૂ કરવા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા
  • પાંચ વર્ષના ભાડા પટ્ટે જગ્યા આપવામાં આવશે

Divyabhaskar.com

Dec 02, 2019, 03:09 PM IST
અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ છેડે આવેલા ડફનાળા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અદ્યતન ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવ્યો છે. જ્યાં હવે ફૂડ કોર્ટ શરૂ કરવામાં આવશે. પાર્કમાં બનાવવામાં આવેલી ત્રણ દુકાનોમાં ફૂડ કોર્ટ ઉભી કરવા માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ ફૂડ કોર્ટમાં માત્ર વેજ ખાવાનું જ મળી રહેશે. નોનવેજ ફૂડ વેચાણ નહીં કરી શકાય. આ ચિલ્ડ્રન પાર્ક સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવ્યો છે. ચિલ્ડ્રન પાર્કમાં ત્રણ ફૂડ કોર્ટ બનાવવામાં આવી છે, જેને શરૂ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. 12 ચોરસ મીટરની જગ્યામાં બનાવાયેલી ત્રણ દુકાનોનું મિનિમમ ભાડું રૂ. 17000 રાખવામાં આવ્યું છે. ટેન્ડરની શરતો મુજબ પાંચ વર્ષના ભાડા પટ્ટે જગ્યા આપવામાં આવશે.
X
આ ફૂડ કોર્ટમાં માત્ર વેજ ખાવાનું જ મળી રહેશેઆ ફૂડ કોર્ટમાં માત્ર વેજ ખાવાનું જ મળી રહેશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી