તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ભાવઘટાડો:ફુલોના ભાવ ગગડીને 1000 પહોંચ્યા, એક મહિનામાં મણના1800 હતા; નવરાત્રિ પર્વ બાદ ભાવ વધાવાની શક્યતા હોવાથી ખેડૂતોને નુકસાન

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મા અંબાના નવલાં નોરતાની શરૂઆત સાથે જ પૂજા, શણગાર અને સુશોભન માટે ફુલોની માંગમાં વધારો થયો છે. જોકે, ગતવર્ષોની સરખામણીએ ચાલુ વર્ષે હાર તેમજ છૂટક ફુલના ભાવ ઘટ્યા હોવાથી શ્રધ્ધાળુઓ રાહત અનુભવી રહ્યા છે. ગત વર્ષે નવરાત્રિમાં તેમજ ચાલુ વર્ષે ગણપતિ દરમિયાન ગલગોટાના ફુલનો હાર 50 થી 80 રૂ.માં મળતો હતો, જે પ્રથમ નોરતે શનિવારે રૂ.30 ના ભાવે વેચાતો હતો. આ ઉપરાંત ગુલાબના હાર પણ 100 રૂ. ની જગ્યાએ 40 રૂ. માં વેચાયા હતા. ફુલોના ભાવમાં છેલ્લા એકાદ મહિનાથી થયેલા ઘટાડાને કારણે હાલમાં બજારમાં ફુલ અને હાર બંને સસ્તા ભાવે વેચાઇ રહ્યા છે. જેને કારણે તેની માંગમાં પણ વધારો થયો છે. હાલમાં નવરાત્રિ દરમિયાન પૂજા અને શણગાર માટે ફુલોની માંગ વધુ હોય છે. જોકે, વિક્રેતાઓએ આગામી દિવસોમાં ભાવ વધારાના પણ સંકેત આપ્યા છે.

ગુલાબનો ભાવ 300થી ઘટીને 80 થઇ ગયો
ગુલાબના સુગંધિત ફુલની માંગ પહેલેથી જ બજારમાં જોવા મળે છે. જોકે રૂ.250 થી 300 માં વેચાતા ગુલાબ પણ હવે 70 રૂ. માં બજારમાં મળી રહ્યા હોવાથી લોકો હવે ગુલાબના ફુલ અને હાર પર પસંદગી ઉતારી રહ્યા છે.

નવરાત્રિથી દરમિયાન ભાવ વધવાની શક્યતા
હાલમાં ફુલના ભાવમાં નોંધનીય ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, હવે આગામી દિવસોમાં પર્વો અને તહેવારોને કારણે ભાવ વધારો થવાની શક્યતા વિક્રેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે. ગણેશોત્સવ બાદ ભાવમાં ઘટાડો શરૂ થયો હતો, જે હવે નવરાત્રિ બાદ વધશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો