નિર્ણય / ફ્લિપકાર્ટ ફૂડ રિટેલ બિઝનેસ શરૂ કરશે, 2000 કરોડ રૂપિયાના પ્રારંભિક રોકાણની શકયતા

Flipkart will launch a food retail business, with an initial investment of Rs 2000 crore

  • ઈ-કોમર્સમાં ફ્લિપકાર્ટની પ્રતિસ્પર્ધી એમેઝોન ભારતમાં પહેલેથી ફૂડ રિટેલનો બિઝનેસ કરી રહી છે 
  • રિટેલ સેગમેન્ટમાં ગ્રોસરીનો મુખ્ય હિસ્સો, હાલનું બજાર 200 અબજ ડોલરનું થવાની શકયતા

Divyabhaskar.com

Oct 16, 2019, 03:12 PM IST

બેંગલુરુઃ ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે ફૂડ રિટેલ બિઝનેસમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ મંગળવારે આ માહિતી આપી છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ફ્લિપકાર્ટ શરૂઆતમાં 2,000 કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે છે. સપ્લાઈ ચેન, સ્ટોરેજ અને લોજિસ્ટિક વધારવા માટે જરૂરિયાત મુજબ હજી બીજી રકમ ખર્ચવામાં આવશે.

‘ફ્લિપકાર્ટ ફાર્મરમાર્ટ’નામ હશે

ફ્લિપકાર્ટના ગ્રુપ સીઈઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિએ કહ્યું કે ફૂડ રિટેલમાં 100% એફડીઆઈના નિયમો અંતર્ગત લાઈસન્સ માટે અરજી કરી છે. ‘ફ્લિપકાર્ટ ફાર્મરમાર્ટ’નામથી રજિસ્ટ્રેશન કરાવી રહ્યું છે. તે દેશમાં કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીને વધારવાની કોશિશોનો મહત્વનો ભાગ છે. તમામ આંતરિક મજૂરીઓ તે પહેલેથી લઈ ચૂકી છે.

કૃષ્ણમૂર્તિએ કહ્યું કે અમે સ્થાનિક એગ્રી ઈકોસિસ્ટમ, સપ્લાય ચેન, લાખો નાના ખેડૂતોની સાથે કામ કરવા અને ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીમાં વધુ રોકાણ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ. તેનાથી ખેડૂતોની આવક વધારવા, લાખો લોકોને સસ્તું અને સારું અનાજ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.

એમેઝોન ગ્રોસરી આઈટમ જેવી કે પેકેજ્ડ ફૂડ અને બીજી ખાદ્ય વસ્તુઓની ખરીદી કરે છે. ફ્લિપકાર્ટને ફૂડ રિટેલમાં પેરેન્ટ કંપની વોલમાર્ટના અનુભવનો ફાયદો મળે તેવી શકયતા છે. અમેરિકામાં વોલમાર્ટના કારોબારમાં ફૂડ રિટેલનો મુખ્ય હિસ્સો છે.

દેશના અનઓર્ગેનાઈઝડ રિટેલ સેગમેન્ટમાં ગ્રોસરીનો મુખ્ય હિસ્સો છે. તેનું બજાર 200 અબજ ડોલર થવાનું અનુમાન છે. લોકો દૂધ અને બ્રેડ પણ ઓનલાઈન ખરીદવાનું પસંદ કરી રહ્યાં છે. આ ટ્રેન્ડને જોતા બિગબાસ્કેટ અને ગ્રોફર્સ જેવી કંપનીઓએ છેલ્લા થોડા વર્ષોમાં ઓનલાઈન ગ્રોસરી સેગમેન્ટમાં વ્યાપ વધાર્યો છે.

X
Flipkart will launch a food retail business, with an initial investment of Rs 2000 crore
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી