નવુ ફીચર / ફ્લિપકાર્ટે પોતાની વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ લોન્ચ કરી, એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં લેટેસ્ટ વર્ઝન 6.17 ડાઉનલોડ કરવાનું રહેશે

Flipkart launches its own video streaming service, downloading latest version 6.17 on Android smartphones

 

  • તેનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ફ્લિપકાર્ટનું લેટેસ્ટ વર્ઝન 6.17 ડાઉનલોડ કરવાનું રહેશે. 
  • અત્યારે તેને એન્ડ્રોઈ એપ યૂઝર્સ માટે શરૂ કરવામાં આવી છે. 
  • ફ્લિપકાર્ટ વીડિયો પર Voot, Arre, Viu અને TVFના વીડિયો અને ફિલ્મો ઉપલબ્ધ છે. 
     

Divyabhaskar.com

Aug 18, 2019, 03:59 PM IST

ગેજેટ ડેસ્ક. ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટે પોતાની વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ શરૂ કરી દીધી છે. અત્યારે તે માત્ર એન્ડ્રોઈડ યૂઝર્સ માટે શરૂ કરવામાં આવી છે.ફ્લિપકાર્ટ સર્વિસ દ્વારા ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ એમેઝોનની પ્રાઈમ સબ્સક્રિપ્શન સર્વિસને પડકાર આપશે. કંપનીએ પોતાની આ સર્વિસ વિશે ગત મહિને જાહેરાત કરી હતી. ત્યારબાદ કંપનીએ તેને યૂઝર્સ માટે રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું છે. અત્યારે ફ્લિપકાર્ટ વીડિયો સર્વિસ પર Voot, Arre, Viu અને TVFના વીડિયો અને ફિલ્મ ઉપલબ્ધ છે.

ફ્લિપકાર્ટના હેડ ગ્રોથ અને મોનેટાઈજેશન પ્રકાશ સિકારિયાનું કહેવું છે કે, અમે અમારી વીડિયો સર્વિસને માર્કેટની ડિમાન્ડને જોતા ત્રણ મુખ્ય બાબતો પર તૈયાર કરી છે, જેમા ફ્રી, ક્યૂરેટેડ અને પર્સન્લાઈઝ્ડ સામેલ છે. અમારો મુખ્ય હેતુ ગ્રાહકોને પ્રીમિયમ કન્ટેન્ટ જોવા માટે વધારે પૈસા ન ચૂકવવા પડે તે છે.

વોલમાર્ટની માલિકીની કંપની ફ્લિપકાર્ટે પોતાની વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસને શરૂ કરી દીધી છે. જો કે, શરૂઆતના તબક્કામાં માત્ર એન્ડ્રોઈડ એપ યૂઝર્સ માટે આ સર્વિસ ઉપલબ્ધ છે. આ નવી સર્વિસનો ઉપયોગ કરવા માટે ફ્લિપકાર્ટ યૂઝર્સે પોતાના એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં લેટેસ્ટ વર્ઝન 6.17 ડાઉનલોડ કરવાનું રહેશે.

હરીફ કંપની એમેઝોન ભારતમાં પોતાની સ્ટ્રીમિંગ સર્વિસ એમેઝોન પ્રાઈમ માટે વાર્ષિક 999 રૂપિયા ચૂકવવાના હોય છે. જો કોઈ યૂઝર માસિક સબ્સક્રિપ્શન લેવા માગે તો તેને 129 રૂપિયા દર મહીને ચૂકકવા પડે છે. ફ્લિપર્કાટની પાસે અત્યારે 15 કરોડ યૂઝર છે. આવનાર વર્ષોમાં યૂઝરની સંખ્યા વધારીને 35 કરોડ સુધી પહોંચાડવાનું કંપનીનું લંક્ષ્યાક છે. તે માટે કંપની દેશના ટિયર-2 અને ટિયર-3 શહેરોને પણ ટાર્ગેટ કરી રહી છે.

X
Flipkart launches its own video streaming service, downloading latest version 6.17 on Android smartphones
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી