સેલ / ફ્લિપકાર્ટ પર ત્રણ દિવસનો બિગ શોપિંગ ડેઝ સેલ, વિવિધ પ્રોડક્ટ્સ પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે

Flipkart  Big Shopping Day Sale, huge  discount on  various products

Divyabhaskar.com

Jul 15, 2019, 05:37 PM IST

યુટિલિટી ડેસ્ક: ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ થોડા અંતરાળમાં સેલ લાવતી હોય છે. બિગ શોપિંગ ડેઝનો આ સેલ 15થી 18 જુલાઈ સુધી ચાલુ રહેશે. સેલનાં પ્રથમ દિવસે માત્ર ફ્લિપકાર્ટ પ્લસ યુઝર્સ ડીલ્સને એક્સેસ કરવામાં સમર્થ રહેશે. બાકીના દિવસોમાં દરેક વ્યક્તિ આ સેલનો લાભ ઉઠાવી શકશે આ સેલમાં મોબાઈલ ફોન, લેપટોપ, ઈલિક્ટ્રોનિક્સ, ટીવી સહીત અન્ય અનેક મોટી વસ્તુઓ પર વિવિધ ડિલ્સ અને ઓફર સામેલ છે.

ડિલ્સ અને ઓફર
આ સેલમાં વેચાણ માટે ફ્લિપકાર્ટે SBI બેન્ક સાથે ભાગીદારી કરી છે. તેમાં SBIનાં ક્રેડિટ કાર્ડ પર 10% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ટીવી અને વિવિધ હોમ અપ્લાયન્સ પર 75% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ફેશન કેટેગરીમાં 80% સુધીના ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યા છે. જો હોમ પ્રોડક્ટ્સની વાત કરવામાં આવે તો, તેની શરૂઆત 275 રૂપિયાથી થશે જ્યારે રેફ્રિજરેટરની કિંમત 6,790 રૂપિયાથી શરૂ થશે. વોશિંગ મશીન પર 50%નું ડિસ્કાઉન્ટથી મળશે. જો ટ્રેડિંગ ફોનની વાત કરવામાં આવે તો, નોકિયા 5.1 9,999 રૂપિયા, પોકો એફ -1 19,999 રૂપિયા, વીવો v-9 પ્રો 15,990 રૂપિયા, રેડમી નોટ-6 પ્રો 13,999 રૂપિયા, આસુસ જેનફોન લાઇટ એલ 14,999 રૂપિયામાં ખરીદી શકાશે. આ ઉપરાંત અન્ય ઘણાં મોબાઈલ ફોન પર વિવિધ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આ સેલમાં ટેબ્લેટ્સ પર પણ સારું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. લેનોવો અને અલ્કાટેલ ટેબ્લેટ્સ 6,999 રૂપિયા તેમજ સેમસંગ ગેલેક્સી ટેબ 12,999 રૂપિયામાં મળી રહ્યો છે.

X
Flipkart  Big Shopping Day Sale, huge  discount on  various products
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી