- ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે પોતાના પ્લેટફોર્મ પર 'હિન્દી' ઈન્ટરફેસ ઉપલબ્ધ કરવાની જાહેરાત કરી છે
- ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા 90 ટકા યુઝર્સ હિન્દીનો ઉપયોગ કરે છે
Divyabhaskar.com
Sep 05, 2019, 05:36 PM ISTયુટિલિટી ડેસ્ક. ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે પોતાના પ્લેટફોર્મ પર 'હિન્દી' ઈન્ટરફેસ ઉપલબ્ધ કરવાની જાહેરાત કરી છે. ફ્લિપકાર્ટ ગ્રુપના જણાવ્યા પ્રમાણે, 'ભાષા એક સુવિધા છે, અવરોધ નથી.' આ ઉપરાંત દેશમાં ઇ-કોમર્સને અપનાવવામાં માતૃભાષાની ક્ષમતા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ઈન્ટરનેટ સર્ચિંગમાં માતૃભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે
ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા 90 ટકા યુઝર્સ હિન્દીનો ઉપયોગ કરે છે
ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા 90 ટકા યુઝર્સ માતૃભાષાનો ઉપયોગ કરે છે. આવામાં યુઝર્સને સરળતા, આરામ અને નિર્ણય લેવામાં મદદ કરવા માટે માતૃભાષામાં ઈ-કોમર્સનો અનુભવ ઉપલબ્ધ કરાવવો જરૂરી છે. હિન્દીની ક્ષમતાની સાથે યુઝર્સ પોતાની ઈચ્છા પ્રમાણે ઉત્પાદનોની તમામ સૂચનાઓ અને સર્ચ હિન્દીમાં જોઈ શકશે અને તે એવી ભાષા છે, જેના યુઝર્સની સંખ્યા 2021 સુધીમાં અંગ્રેજી કરતાં આગળ
નીકળી જશે.
રિસર્ચ કર્યા બાદ નિર્ણય કર્યો
ફ્લિપકાર્ટે આ સમજવા માટે રિસર્ચ કર્યું કે કેવી રીતે ગ્રાહકોને ઓનલાઈન લાવવા અને તેમને ઈ-કોમર્સને યોગ્ય બનાવવા માટે માતૃભાષાનો અનુભવ ઉપલબ્ધ કરાવવા માટે સર્વશ્રેષ્ઠ ભારતીય ભાષાઓનો લાભ ઉઠાવી શકાય છે.
યુઝર રિસર્ચથી ગ્રાહકોના વ્યવહારને લઈને રસપ્રદ જાણકારી સામે આવી છે, જેનાથી ખ્યાલ આવ્યો કે જો ભાષાનું સમાધાન યોગ્ય રીતે કરી શકાય તો તે અવરોધ નથી પણ તક છે. જોકે, ગ્રાહક આધારભૂત અંગ્રેજીમાં અભ્યાસ અને લખવાનું જાણે છે, પરંતુ માતૃભાષાથી તેમને અલગ પ્રકારની સુવિધા મળે છે, જે તેમને ઓનલાઈન લાવવા માટે મહત્ત્વપૂર્ણ છે.
આ રિસર્ચથી એ પણ જાણવા મળ્યું કે નાના શહેરોમાંથી આવતા ગ્રાહકો ડેબિટ/ક્રેડિટ કાર્ડ, ઈએમઆઈ જેવા ડિજિટલ શબ્દોને યોગ્ય રીતે સમજે છે, જેનાથી તેમના માટે ઈ-કોમર્સનો ઉપયોગ કરવો સરળ રહે છે. રિસર્ચથી જાણવા મળ્યું કે માતૃભાષામાં ઈ-કોમર્સનો ઉપયોગ કરવાવાળા ગ્રાહકોનો આત્મવિશ્વાસ વધે છે અને નિર્ણય લેવામાં સ્વતંત્રતાનો અહેસાસ થાય છે.