તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કમોસમી વરસાદ:ધાનેરામાં 2 કલાકમાં પોણો ઇંચ વરસાદ, થરાદમાં મકાનોનાં પતરાં ઊડયાં

ધાનેરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

પલટાયેલા વાતાવરણ વચ્ચે રવિવારે બપોરે 2 કલાકમાં 19 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે સુઇગામ અને દાંતીવાડામાં 1 મીમી વરસાદ પડ્યો હતો. થરાદમાં ભારે પવન સાથે પડેલા વરસાદમાં રહેણાંક મકાનોના છત પરના પતરા ઊડયા હતા. અરબી સમુદ્રમાં સર્જાયેલ હવાના દબાણ ને કારણે છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે. ધાનેરા ખાતે રવિવારે બપોરે 4 થી 6 ના સમયે પવન સાથે પોણો ઇંચ વરસાદ વરસાદ પડ્યો હતો. જેને લઇ ગંજરોડ, જુના બસ સ્ટેન્ડ તેમજ સરકારી હોસ્પીટલમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા. આ ઉપરાંત વરસાદને લઇ મગફળી અને બાજરીના કાપેલ પાકમાં નુકસાનને લઇ ખેડૂત ચિંતિત બન્યો છે.

જ્યારે સુઇગામ તાલુકામાં શુક્રવારે ભરડવા, સુઇગામ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. બાદ શનિવારની મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસવાનું ચાલુ થતાં રાત્રે લોકોએ દોડધામ કરવી પડી હતી,રવિવારે પણ બપોર બાદ સુઇગામના લીંબુણી, રાજપુરા, દૂધવા, બેણપ સહિતના ગામોમાં ઝાપટું પડ્યું હતું. ચોમાસુ પાકો બાજરી, જુવાર, ગવાર, કપાસ, મગ, તલ સહિતના પાકોમાં પાછોતરો વરસાદ નુકશાનકર્તા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

દાંતીવાડામાં પણ 1 મીમી વરસાદ પડ્યો હતો. પાંથાવાડામાં શનિવાર સાંજે પડેલા વરસાદના કારણે મગફળીનો ઘાસચારો પલળી જવાથી કાળો પડી સૂકાઇ જઈ ખરાબ થયો હતો. મગફળી પણ કાળી પડવાની દહેશત સર્જાઈ છે.

થરાદ પંથકમાં શનિવારે સાંજે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતાં ખેતરોમાં રહેતા ખેડૂત પરિવારોને રહેણાંકની છત પરના પતરા ઉડયા હતા. આવેલી ડોળી નામના સિમ ખેતરોમાં વસવાટ કરતા પચાણભાઈ શંકરભાઇ પાંચલને રહેણાંક ઢાળ તેમજ પશુઓના શેડ પરના પતરા ઉડીને અન્ય ખેતરોમાં પડ્યાં હતાં. જેમાં વધુ પવન હોવાથી એક લોખંડી પતરું ઉંચા પીલુડીના ઝાડમાં ફસાઈ જવા પામ્યું હતું. જેમાં ચારથી વધુ પરિવારોને નુકશાન સર્જાયું હતું. ત્યારે નારણસિંહ દરબારના ખેતરમાં રહેલા ખેતમજૂર ભાગીયા પરિવારના રહેણાંક પરના સિમેન્ટના પાંચ જેટલા પતરા ઉડી જતાં પરિવારે આખી રાત વરસાદી પાણીથી ભીંજાઈને ઠંડીમાં પસાર કરી હતી. ત્યારે મહાજનપુરા ગોગ મહારાજના મઢે ઉભેલ વર્ષો જૂનો લીમડાનું ઝાડ અધવચ્ચેથી ફાટી જવા પામ્યું હતું.

આથી તાલુકાના જમડા, લેંડાઉ, ચુડમેર તેમજ ભાચર જેવા ગામોમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ પડતાં ચોમાસું પાક તેમજ ખેતરોમાં બનાવેલા રહેણાંક મકાનોને નુકશાન થવા પામ્યું હતું. ખેતીવાડી અધિકારી ભરતભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે આ બાબતે અમારી કચેરીમાં કોઈપણ બાબતે જાણ કરવામાં આવી નથી ગ્રામસેવકો દ્વારા નુકશાન પામેલ ગામની સ્થળ મુલાકાત કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો