તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરકપડ:ઘુનડામાં ખરાબામાં ગેરકાયદે ખનન કરનારા પાંચ ઝડપાયા

ટંકારા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રએ 1.89 કરોડનો દંડ ફટકાર્યો

ટંકારા તાલુકાના ઘુનડા ગામની ખરાબાની ખુલ્લી જમીનમા મોટા પાયે જમીનના પેટાળ ખોદીને માટી-મોરમની ખનન ચોરી થઈ રહ્યાની જાણ થતા ખાણ-ખનીજની ટીમે દરોડો પાડતા ખનીજ ચોરી કરતા ઈસમો બે રોકટોક જમીન ખોદતા હિટાચી મશીનથી સરકારી જમીનમાથી મોરમ (ખનીજ) ચોરી કરી ડમ્પરમા પરીવહન કરતા હોવાનુ સામે આવતા ડમ્પર ચાલક માનસિંગભાઈ મગનભાઈ કુરિયા, માલિક વિજયભાઈ મનુભાઈ રાઠોડ તેમજ હીટાચી મશીનનાં ચાલક અને માલિક નિલેષભાઈ લક્ષમણભાઈ રાવા અને કિશનભાઈ અજાણા સહિતના સામે ખાણ ખનીજ તંત્રના રોયલ્ટી ઈન્સપેકટર ભાદરકાએ ટંકારા પોલીસમા ફરિયાદ નોંધાવી હતી. ઘુનડા (સ) ગામની સીમમા આવેલી ખરાબાની જમીનમાંથી હાર્ડ મોરમ ખનીજનુ બિનઅધિકૃત ખનન કરતા હોવાની ફરીયાદ થતાં પ્રોબેશન આઈપીઍસે સ્થળ પર ધસી જઈ રૂ.૧,૮૯,૨૬,૭૧૧નો દંડ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો