તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મત્સ્યોદ્યોગ દિન:વિદેશી નિકાસ થકી હુંડિયામણ રળતી મત્સ્યસંપદાની જાળવણી જરૂરી : ડો. ખરાદી

નવસારી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી કૃષિ યુનિ. ખાતે વિશ્વ મત્સ્યોદ્યોગ દિન ઉજવાયો

મત્સ્યસંપદાના ભંડાર સમા દુનિયાના સાગર, નદીઓ, જળાશયો પ્રદુષિત થતા કુદરતી મત્સ્ય સ્ત્રોતોમાંથી મત્સ્ય પકડાશ દિવસે-દિવસે ઘટતું જાય છે. જ્યારે પોષક તત્વોથી ભરપૂર એવી માછલીની ખોરાકમાં માગ વધતી જાય છે. તેથી મત્સ્યસ્ત્રોતોના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ફિશરીઝ કોલેજના આચાર્ય ડો. વી.બી.ખરાદીના અધ્યક્ષસ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને મત્સ્યોદ્યોગ મહાવિદ્યાલયના સંયુક્ત પ્રયાસથી વિશ્વ મત્સ્યોદ્યોગ દિન -2020ની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે મત્સ્ય ઉછેર સાથે સંકળાયેલા 65-70 જેટલી મહિલાઓ-યુવાનો અને મસ્ત્ય ખેડૂતોએ હાજરી આપી ટેકનિકલ માર્ગદર્શન મેળવ્યું હતું. ડો. ખરાદીએ વિદેશી નિકાસ થકી હુંડિયામણ રળી આપતી દરિયાઈ મત્સ્યસંપદાની જાળવણી માટે ભાર મુક્યો અને નવસારી ફિશરીઝ કોલેજનું મત્સ્યોદ્યોગ ક્ષેત્રે યોગદાનની ઝાંખી કરાવી હતી.

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. સી.કે. ટીમ્બડીયાએ જળસ્ત્રોતોના પર્યાવરણના રક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે તથા પર્યાવરણની જાળવણી માટેના વિવિધ ઉપાયો સૂચવી ગ્રામ્ય તળાવોમાં મત્સ્ય ઉછેરની પ્રવૃત્તિઓ માટે કેન્દ્રની પ્રવૃત્તિ અને લક્ષ્યાંક રજૂ કર્યા હતા. વધુમાં મત્સ્ય વૈજ્ઞાનિક પ્રકાશભાઈ પટેલ અને નવસારી ફિશરીઝ કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ડો. હરેશ સોલંકી દ્વારા ખેડૂતોને મત્સ્ય ઉછેરનું ઉંડુ માર્ગદર્શન આપી મત્સ્યસંપદાની જાળવણી માટે આહવાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટેકનિકલ મદદનીશ યશ ટીમ્બડીયા અને તાલીમ મદદનીશ પ્રદીપભાઈ રાઠવા દ્વારા કરાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો