ઝારખંડ ચૂંટણી / પ્રિયંકાએ કહ્યું- ભાજપ પ્રચારમાં સુપર હીરો, કામમાં સુપર જીરો, આદિવાસીઓની જમીન છીનવે છે

સભામાં પ્રિયંકાએ લોકોનું અભિવાદન કર્યું
સભામાં પ્રિયંકાએ લોકોનું અભિવાદન કર્યું
સભા બાદ લોકોને મળવા ગયા પ્રિયંકા ગાંધી
સભા બાદ લોકોને મળવા ગયા પ્રિયંકા ગાંધી
ભાજપ જળ, જંગલ, જમીન તેના ઉદ્યોગપતિ મિત્રોને આપી રહ્યું છે:પ્રિયંકા
ભાજપ જળ, જંગલ, જમીન તેના ઉદ્યોગપતિ મિત્રોને આપી રહ્યું છે:પ્રિયંકા
પ્રિયંકાએ ભાજપ પર આદિવાસી સંસ્કૃતિ નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો
પ્રિયંકાએ ભાજપ પર આદિવાસી સંસ્કૃતિ નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો

  • પ્રિયંકાએ તેના ભાષણમાં અર્થતંત્ર અને બેરોજગારી મુદ્દે ભાજપને ઘેર્યો
  • પ્રિયંકાએ કહ્યું- અર્થતંત્ર નિષ્ફળ ગયું છે ત્યારે નવા કાયદા મારફતે મુખ્ય મુદ્દાથી લોકોનું ધ્યાન હટાવવામાં આવ્યું છે

Divyabhaskar.com

Dec 18, 2019, 05:25 PM IST

રાંચીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઝારખંડ પહોંચી ભાજપ સરકાર પર આદિવાસીઓની જમીન છીનવી પસંદગીના અમુક ઉદ્યોગપતિઓને આપવાનો આરોપ લગાવ્યો છે.બુધવારે સાહેબગંજ જિલ્લાના બરહડવામાં સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે ભાજપ સરકાર પ્રચારમાં સુપર હીરો છે, પરંતુ કામમાં સુપર જીરો છે.

પ્રિયંકાએ કહ્યું હતું કે ઝરણા, તળાવો, જમીન તમારા છે. તમે શાંતિ પ્રિય છો, પરંતુ જ્યારે તમારા સન્માનની વાત આવે છે તો તમે શાંત રહેતા નથી. આ બાબત તમને સિદ્ધો અને કાન્હોએ શીખવ્યા છે, તેમને હું નમન કરું છું. જ્યારથી ભાજપ સરકાર તમારા વિસ્તારમાં આવી છે ત્યારથી તમારા આત્મા પર હુમલો કરવામાં આવી રહ્યો છે. ભાજપને જંગલના હજારો રંગ દેખાતા નથી. તે તમારી આદિવાસી સંસ્કૃતિને ખતમ કરે છે. તમારી સંસ્કૃતિને બચાવવા માટે જે કાયદા બનાવવામાં આવ્યા હતા તે કાયદા હટાવવા માટે ભાજપ પ્રયત્ન કરી રહ્યું છે. આ સંઘર્ષમાં ઈન્દિરા ગાંધી હંમેશા જળ, જંગલ, જમીન પર આદિવાસીઓનો અધિકાર બચાવવામાં સતત કાર્યરત રહ્યા હતા.

પ્રિયંકાએ કહ્યું....

  • સરકારી બેન્કોએ શ્રીમંતોના દેવા માફ કર્યાં છે ત્યારે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. જો ખેડૂતને મદદ કરી શકતા નથી તો તે સરકાર શું કામની છે. ઝારખંડમાં ખેડૂતોને ધાનની કિંમત પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 1300 મળી રહી છે. જ્યારે છતિસગઢમાં તે રૂપિયા 2500 મળી રહી છે. તેમની ફોર્મ્યુલા ગરીબોના પૈસા છીનવીને અમીરોને આપે છે. મનરેગા બંધ થઈ, તમારા ખીસ્સા ખાલી થઈ ગયા. મજૂરી બંધ થઈ, શાળા બંધ કરવામાં આવી.સરકારી કંપનીઓનું વેચાણ કરી દીધુ, જે કંપનીઓ હજુ સુધી વેચવામાં આવી નથી તેને પણ વેચવાની તૈયારી થઈ રહી છે.
  • અહીં ખનિજ સંપત્તિ હોવા છતાં ગરીબી છે. ભાજપે 12 લાખ પરિવારોના રેશન કાર્ડ રદ્દ કરી દીધા છે. ભાજપ સરકાર પ્રચારમાં સુપર હીરો છે, કામમાં સુપર જીરો છે. હું તેમની સરકારને પૂછવા માંગુ છું કે પાંચ વર્ષમાં કેટલા યુવાનોને રોજગારી આપવામાં આવી છે. કેટલી કોલેજો ખોલી છે, કેટલા લોકોની ગરીબી દૂર કરી છે.
  • દેશભરમાં મહિલાઓ સામે અત્યાચાર થઈ રહ્યા છે. યુપીમાં ભાજપના ધારાસભ્ય બાળકી સાથે દુષ્કર્મ કરે છે. જ્યાં સુધી પ્રજાએ અવાજ ન ઉઠાવ્યો ત્યાં સુધી ભાજપ સરકાર તેમના ધારાસભ્યને બચાવતુ હતું.ઝારખંડમાં પણ ભાજપનો એક આવો ઉમેદવાર છે, જેના મંચ પર ઉભા રહી મોદી મત માગે છે. મોદી દેશની વાસ્તવિક સ્થિતિ અંગે બોલતા નથી.
  • મોદી સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ, અર્થતંત્રમાં નિષ્ફળ, ખેડૂતોને સક્ષમ બનાવવામાં નિષ્ફળ, વિદ્યાર્થીઓનો અવાજ સાંભળવામાં નિષ્ફળ, મહિલાઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ, મોંઘવારી અટકાવવામાં નિષ્ફળ, અને આ માટે કોંગ્રેસને જવાબદાર ઠરાવવામાં આવે છે. હકીકત એ છે કે પાંચ વર્ષમાં ભાજપે કંઈ જ કર્યું નથી.

પ્રિયંકાએ મોદીને પડકાર આપ્યો

જ્યારે અર્થતંત્ર નિષ્ફળ ગયું છે ત્યારે નવા-નવા કાયદા મારફતે મુદ્દાથી લોકોનું ધ્યાન અન્યત્ર ખસેડવામાં આવ્યું છે. NRC નિષ્ફળ ગઈ તો CAA લાવવામાં આવે છે. આસામ સળગી રહ્યું છે, દિલ્હીમાં વિદ્યાર્થીઓએ અવાજ ઉઠાવ્યો તો લાઠીચાર્જ કરવામાં આવ્યો. નિષ્ફળ પીએમ પાસે કોઈ જ જવાબ નથી. નબળો પડકાર આપવા માટે ઝારખંડમાં મંચ પર ઉભા થયા.અહીં ઝારખંડની જનતા તરફથી હું પીએમને પડકાર આપું છું કે મોદીજી સંથાલ પરગના વિશે બોલો. બેરોજગારી, ભૂખ, બળાત્કાર, ભ્રષ્ટાચાર અંગે બોલો.

રાહુલ ગાંધી 5 જનસભાને સંબોધિત કરી ચુક્યા છે

પ્રિયંકા પ્રથમ વખત ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા આવી રહ્યા છે, જ્યારે રાહુ ગાંધી ચૂંટણી પ્રચાર માટે ત્રણ વખત ઝારખંડ આવી ચુક્યા છે. ત્રણ પ્રવાસમાં રાહુલ 5 જનસભાને સંબોધિત કરી ચુક્યા છે. રાહુલે 12મી ડિસેમ્બરના રોજ મહગાવા-રાજમહલ, 9મી ડિસેમ્બરના રોજ બડકાગાંવ-બીઆઈટી મેસરા અને 2 ડિસેમ્બરના રોજ સિમડેગામાં ચૂંટણી સભા સંબોધિત કરી ગઠબંધનના ઉમેદવારોને મત આપવા અપીલ કરી હતી.

પાકુડમાં સીધી ટક્કર
પાકુડ વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે. આ વિધાનસભા બેઠક પરથી ભાજપે બેની પ્રસાદ ગુપ્તાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે કોંગ્રેસના આલમગીરી આલમ પર ફરી એક વખત વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. વર્ષ 2000માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના બેની ગુપ્તાને આલમગીરી આલમે હરાવ્યા હતા. અલમગીરી વર્ષ 2005માં પણ આ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 2009ની ચૂંટણીમાં તેમણે ઝારખંડ મુક્તિ મોરચાના અકીલ અખ્તર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2014ની ચૂંટણીમાં આલમગીરીએ અકીલને હરાવી ફરી આ બેઠક મેળવી હતી.

20 ડિસેમ્બરે આ 16 બેઠકો પર મતદાન થશે
રાજમહલ, બોરિયો, બરહેટ, લિટ્ટીપાડા, પાકુડ, મહેશપુર, શિકારીપાડા, નાલા, જામતાડા, દુમકા, જામા, જરમુંડી, સારઠ, પોડૈયાહાટ, ગોડ્ડા અને મહગામા. વર્ષ 2014 વિધાનસભા ચૂંટણીમાં આ 16 બેઠક પૈકી છ બેઠક ઝારખંડ મુક્તિ મોરચા (JMM), પાંચ બેઠક પર ભાજપ, ત્રણ બેઠક પર કોંગ્રેસ અને બે બેઠક પર JVMના ઉમેદવાર જીત્યા હતા. બરહેટથી ભાજપે સિમોન માલતોને ઉમેદવાર બનાવ્યા છે, JMMએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર હેમંત સોરેન મેદાનમાં ઉતર્યા છે.


X
સભામાં પ્રિયંકાએ લોકોનું અભિવાદન કર્યુંસભામાં પ્રિયંકાએ લોકોનું અભિવાદન કર્યું
સભા બાદ લોકોને મળવા ગયા પ્રિયંકા ગાંધીસભા બાદ લોકોને મળવા ગયા પ્રિયંકા ગાંધી
ભાજપ જળ, જંગલ, જમીન તેના ઉદ્યોગપતિ મિત્રોને આપી રહ્યું છે:પ્રિયંકાભાજપ જળ, જંગલ, જમીન તેના ઉદ્યોગપતિ મિત્રોને આપી રહ્યું છે:પ્રિયંકા
પ્રિયંકાએ ભાજપ પર આદિવાસી સંસ્કૃતિ નષ્ટ કરવાનો આરોપ લગાવ્યોપ્રિયંકાએ ભાજપ પર આદિવાસી સંસ્કૃતિ નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી