પોસ્ટર / ‘છલાંગ’નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ, લાંબી છલાંગ લગાવતા પહેલાં રાજકુમાર રાવ ઊંઘતો જોવા મળ્યો

First poster release o Chhalaang  Rajkummar Rao found sleeping before taking a long leap

Divyabhaskar.com

Jan 24, 2020, 03:11 PM IST

મુંબઈઃ રાજકુમાર રાવ તથા હંસલ મહેતાની આગામી ફિલ્મ ‘છલાંગ’નું પહેલું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. પહેલાં આ ફિલ્મનું નામ ‘તુર્રમ ખાન’ રાખવામાં આવ્યું હતું અને ફિલ્મ જાન્યુઆરી, 2020માં રિલીઝ થવાની હતી. જોકે, હવે આ 13 માર્ચે રિલીઝ થશે.

રાજકુમારે તસવીર શૅર કરી
રાજકુમાર રાવે સોશિયલ મીડિયામાં ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરીને કહ્યું હતું, ‘લમ્બી છલાંગ કે લિયે, લમ્બી નીંદ ઝરૂરી હૈં...’ પોસ્ટરમાં રાજકુમાર રાવ ઊંઘતો જોવા મળે છે. તેને નુસરત ભરૂચા તથા છોકરીઓ ગુસ્સાથી જોતી હોય છે. નુસરત ભરૂચા પિંક શેડના કુર્તા-પાયજામામાં જોવા મળે છે. જ્યારે રાજકુમાર રાવ તથા છોકરીઓ સ્પોર્ટ્સ આઉટફિટમાં જોવા મળે છે. ફિલ્મમાં સતિશ કૌશિક, સૌરભ શુક્લા તથા મોહમ્મદ ઝિશાન પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે.

હંસલ મહેતા-રાજકુમાર રાવની આ પાંચમી ફિલ્મ
ડિરેક્ટર હંસલ મહેતા તથા રાજકુમાર રાવની આ પાંચમી ફિલ્મ છે. બંનેએ આ પહેલાં ‘શાહિદ’, ‘સિટિલાઈટ્સ’, ‘અલીગઢ’ તથા ‘ઓમેર્ટા’ કરી હતી. વેબ સીરિઝ ‘બોઝ’માં પણ રાજકુમાર રાવ તથા હંસલ મહેતા હતાં. આ સીરિઝને હંસલ મહેતાએ પ્રોડ્યૂસ કરી હતી.

અજય દેવગન પ્રોડ્યૂસર
‘છલાંગ’ને અજય દેવગન, લવ રંજન તથા અંકુર ગર્ગ પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. આ સોશિયલ-કોમેડી ફિલ્મ ઉત્તર પ્રદેશના નાનકડાં ટાઉન પર આધારિત છે. ‘છલાંગ’ યુપીની એક ફંડેડ સેમી ગર્વમેન્ટ સ્કૂલના પીટી ટીચરની પ્રેરણાદાયી સફર છે. મોન્ટુ (રાજકુમાર રાવ) પીટી ટીચર છે, જેના માટે આ માત્ર એક કામ છે. મોન્ટુની લાઈફમાં ત્યારે ટ્વિસ્ટ આવે છે, જ્યારે તેનું બધું જ દાવ પર લાગી જાય છે. હવે, મોન્ટુ એ કરવા માટે મજબૂર છે, જે તેણે ક્યારેય કર્યું નથી. ‘છલાંગ’માં સ્કૂલમાં સ્પોર્ટ્સ સબ્જેક્ટના મૂલ્યોને મોન્ટુની સફરથી સમજાવવામાં આવ્યા છે. ફિલ્મમાં મોન્ટુનો લવ એન્ગલ નીલુ (નુસરત ભરૂચા) હોય છે.

13 માર્ચે જાહન્વીની ફિલ્મ રિલીઝ થશે
13 માર્ચે ‘છલાંગ’ની સાથે જાહન્વી કપૂરની ફિલ્મ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ પણ રિલીઝ થવાની છે.

X
First poster release o Chhalaang  Rajkummar Rao found sleeping before taking a long leap

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી