તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • First Day Collection Of Kartik Aaryan Starer Film Love Aaj Kal

‘લવ આજ કલ’ની પહેલા દિવસની કમાણી 12.40 કરોડ રૂપિયા, અત્યાર સુધીની કાર્તિક આર્યનની હાઈએસ્ટ ઓપનિંગ ફિલ્મ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: કાર્તિક આર્યન અને સારા અલી ખાન સ્ટારર ‘લવ આજ કલ’ ફિલ્મની સિક્વલ 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન્સ ડે પર રિલીઝ થઇ છે. પહેલા દિવસે ફિલ્મે 12.40 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ડિરેક્ટ ઈમ્તિયાઝ અલીની આ ફિલ્મમાં કાર્તિક અને સારાની સાથે રણદીપ હૂડા અને ન્યૂ કમર આરુષિ શર્મા પણ સામેલ છે. ફિલ્મની પહેલા દિવસની કમાણીના નંબર શેર કરતાં ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કર્યું હતું.

અત્યારસુધીમાં રિલીઝ થયેલ કાર્તિક આર્યનની બધી ફિલ્મોમાં આ ફિલ્મ સૌથી વધુ ઓપનિંગ કલેક્શન કરનાર ફિલ્મ છે. 2020માં રિલીઝ થયેલ આ ફિલ્મ કાર્તિક આર્યનની પહેલી ફિલ્મ છે જેમાં તે પહેલીવાર સારા અલી ખાન સાથે દેખાયો છે. ફિલ્મ રિલીઝ થયાના પહેલા દિવસે સૌથી વધુ 12.40 કરોડ રૂપિયા આ ફિલ્મે કલેક્ટ કર્યા છે. 2019માં રિલીઝ થયેલ ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો’ ફિલ્મનું ફર્સ્ટ ડે કલેક્શન 9.10 કરોડ રૂપિયા હતું જ્યારે ‘લુકા છુપ્પી’ ફિલ્મે 8.01 કરોડ રૂપિયા કમાયા હતા. ફર્સ્ટ ડે કલેક્શનના આ લિસ્ટમાં ચોથા નંબર પર 6.80 કરોડ રૂપિયાની કમાણી સાથેની 2015માં રિલીઝ થયેલ ‘પ્યાર કા પંચનામા 2’ છે. ત્યારબાદ 6.42 કરોડ રૂપિયાની કમાણી સાથે 2018માં આવેલ ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ છે.  ‘લવ આજ કલ’ ફિલ્મના પ્રોડ્યૂસર્સ દિનેશ વિજન અને ઈમ્તિયાઝ અલી છે. આ સિવાય કાર્તિક ‘ભૂલ ભુલૈયા 2’, ‘દોસ્તાના 2’ ફિલ્મમાં પણ કાસ્ટ થયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો