અમદાવાદ / ઓઢવમાં સગર્ભા પત્નીના મોતનું મન દુ:ખ રાખી યુવકે ડોક્ટર પર ફાયરિંગ કર્યું

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • ફાયરિંગમાં ડોક્ટરને એક હાથે ઈજા
  • એક વર્ષ પૂર્વે ડિલિવરી વખતે મોત થયું હતું
  • ડોક્ટરે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી

Divyabhaskar.com

Oct 22, 2019, 12:46 AM IST

અમદાવાદ: ઓઢવના કરશનનગર પાસે ડો. મુકેશ પ્રજાપતિ પર ફાયરિંગ કરી હત્યાના પ્રયાસ મામલે નવો ખુલાસો થયો છે. ઓઢવમાં જ રહેતા યુવકે ડોક્ટરની બેદરકારીથી પત્નીના મોતનો બદલો લેવા માટે ડો. મુકેશની હત્યા કરવા માટે ફાયરિંગ કર્યું હતું. ઓઢવ પોલીસે વિપુલ વ્યાસ નામના શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

ફાયરિંગ કરતા હાથે ગોળી વાગી
વસ્ત્રાલમાં રહેતા અને ઓઢવમાં કુંવરબા જનરલ હોસ્પિટલ ચલાવતા ડોક્ટર મુકેશભાઈ પ્રજાપતિ(ઉ.વ.47) ટૂ વ્હીલર લઈ ઓઢવ રબારી વસાહત પાસેથી કરશનનગર પાસેથી પસાર થતા હતા, ત્યારે તેમના મોબાઈલ ફોનની રિંગ વાગી હતી. તેમણે પેન્ટના ખિસ્સામાં રાખેલો ફોન બહાર કાઢ્યો હતો. દરમિયાન તેમની પાછળના ભાગે ધડાકા જેવો અવાજ થતાં તેમણે જોયું તો તેમના ડાબા હાથના બાવડાના ભાગે ઈજા થયાનું જણાયું હતું. આ જ વખતે બુલેટ પર વિપુલ વ્યાસ નામનો વ્યક્તિ તેમને ઓવરટેક કરી તેમની આગળથી ઓઢવ ફાયર સ્ટેશન તરફ ભાગી રહેલો નજરે પડ્યો હતો.

ડોક્ટર પર પ્રજાપતિ પર બેદરકારીનો આક્ષેપ
બુલેટ ચલાવનાર શખ્સને મુકેશભાઈ ઓળખી ગયા હતા. 2018માં હોસ્પિટલ નજીક આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા વિપુલ વ્યાસની પત્નીને ડિલિવરી માટે મુકેશભાઈની હોસ્પિટલમાં લાવ્યા હતા. વિઝિટિગ ડોકટરે તેમની પત્ની રૂપલબેનની સોનોગ્રાફી કરી પાણી ઓછું જણાતા વિપુલભાઈની મંજૂરી લઈ ડિલિવરી કરી હતી. બાદમાં રૂપલબેનની તબિયત લથડતા અન્ય હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેઓનું મોત થયું હતું. ડોકટર મુકેશ પ્રજાપતિની બેદરકારીથી મોતના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેનું મન દુઃખ રાખી અને વિપુલ વ્યાસે ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ફાયરિંગ કરનારને પકડવા તપાસ
ફરિયાદી અને આરોપી વચ્ચે અગાઉ મનદુ:ખને કારણે ગોળીબારની ઘટના બની છે. હાલ ફાયરિંગ કરનાર આરોપીને પકડવા તપાસ ચાલી રહી છે. - રાજેન્દ્રસિંહ જાડેજા, પીઆઈ, ઓઢવ પોલીસ સ્ટેશન.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી