ક્રાઇમ / અમદાવાદના બાપુનગરમાં આંગડિયા પેઢીમાં બે રાઉન્ડ ફાયરીંગ કરી રૂ. 8 લાખથી વધુની લૂંટ

પોલીસ ઘટનાસ્થળે દોડી આવી.
પોલીસ ઘટનાસ્થળે દોડી આવી.

  • બે લૂંટારું એક્ટિવા પર ફરાર, 15 દિવસમાં બીજી ઘટના

Divyabhaskar.com

Jan 17, 2020, 05:46 AM IST
અમદાવાદ: બાપુનગરમાં આવેલી સરદાર પટેલ ડાયમંડ માર્કેટમાં ગુરુવારે રાત્રે પી.શૈલેષ આંગડિયા પેઢીના કર્મચારી સામે હવામાં બે રાઉન્ડ ગોળીબાર કરી એક્ટિવા પર આવેલા બે યુવાનો હીરાના પાંચ પેકેટ સહિત કુલ રૂ.8 લાખની મત્તા લઈ ફરાર થઈ ગયા હતા. આ મામલે બાપુનગર પોલીસે આરોપીને પકડવા સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારી જિગ્નેશ સુતરિયા ગુરુવારે રાત્રે 11.30 વાગે પેઢી બંધ કરી બહાર નીકળ્યા ત્યારે સામેના રોડ તરફથી બે અજાણ્યા યુવકો તેમની સામે આવ્યા હતા અને એકે હવામાં બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ તેઓ જિગ્નેશભાઈના હાથમાંથી હીરાના પાંચ પેકેટ અને અન્ય પેકેટ મળી કુલ રૂ.8 લાખની મત્તા લૂંટી ગયા હતા અને સામે પાર્ક કરેલી એક્ટિવા લઈ નાસી ગયા હતા. આ અંગે જાણ થતાં બાપુનગર પોલીસ સ્થળ પર દોડી આવી હતી. ગત સપ્તાહથી અત્યાર સુધીમાં ફાયરિંગ કરી લૂંટવાની આ બીજી ઘટના છે. અગાઉ રબારી કોલોની પાસે ફાયરિંગ કરી જ્વેલર્સને લૂંટી લેવાયો હતો.
X
પોલીસ ઘટનાસ્થળે દોડી આવી.પોલીસ ઘટનાસ્થળે દોડી આવી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી