વડોદરા / મકરપુરા GIDCમાં પાણીના જગ બનાવતી કંપનીમાં આગ, ફાયર બ્રિગેડે 1 હજાર લીટર ફર્મનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી

Fire in water jug company in makarpura GIDC at vadodara

  • આગમાં પાણીના જગ બળીને ખાખ થઇ ગયા, કોઇ જાનહાની નહીં

Divyabhaskar.com

Feb 15, 2020, 04:12 PM IST
વડોદરા: વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસીમાં આવેલી વ્રજેશ કોર્પોરેશન કંપનીના ગોડાઉનમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કંપનીના અન્ય રૂમમાં સૂઇ ગયેલા કર્મચારીઓનો આબાદ બચાવ થયો હતો.
રૂમમાં સૂઇ ગયેલા કર્મચારીઓને ધૂમાડાની અસર થતાં દોડધામ
વડોદરા શહેરની મકરપુરા જીઆઇડીસીમાં આવેલી 649, વ્રજેશ કોર્પોરેશન કંપની પાણીના જગ બનાવે છે. આ કંપનીના માલિક પ્રસાદભાઇ પટેલ છે. વહેલી સવારે 4 વાગ્યાના સુમારે કંપનીના ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ રૂમમાં ધુમાડો ભરાઇ ગયો હતો. જેના કારણે રૂમમાં સૂઇ ગયેલા કર્મચારીઓને ધૂમાડાની અસર થતાં જ દોડધામ કરી મૂકી હતી. અને બહાર દોડી આવતા તેઓનો બચાવ થયો હતો.
કર્મચારીઓ બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી
બીજી બાજુ આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા મકરપુરા જીઆઇડીસીનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. અને એક હજાર લિટર ફર્મનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી. પાણીના જગ મૂકેલા ગોડાઉનમાં સૂઇ રહેલા કર્મચારીઓ સમયસર બહાર નીકળવામાં સફળ ન થયા હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત. આગમાં પાણીના જગ બળીને ખાખ થઇ ગયા હતા.
X
Fire in water jug company in makarpura GIDC at vadodara
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી