તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:મોરબીના લાતી પ્લોટના નિધિ ઇન્સ્ટુમેન્ટના ગોડાઉનમાં આગ

મોરબી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયરની 2 ટીમે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

મોરબીના લાતી પ્લોટમાં આવેલા પ્રેસર ગેઝ પાર્ટના ગોડાઉનમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતા. મોરબી શહેરના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર એવા લાતી પ્લોટની શેરી નમ્બર ત્રણમાં આવેલા નિધી ઇન્સ્ટ્રુમેન્ટ નામના પ્રેસર ગેઝના પાર્ટના ગોડાઉનમાં મંગળવારે મોડી રાતના સમયે અચાનક આગ લાગી ગઇ હતી.

ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વારૂપ ધારણ કરી લેતા.ગોડાઉન આગને હવાલે થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા ફાયરના બે બ્રાઉઝર સાથેની ટિમ સ્થળ પર દોડી ગઈ હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. બનાવનું ચોક્કસ કારણ સામે આવ્યું ન હતું પણ શોકસર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો