રાજકોટ / નહેરૂનગરમાં ઘરમાં આગ લાગવાથી પરિણીતાનું મોત, દિકરીને સળગાવી હોવાનો પિતાનો આક્ષેપ

મૃતક ચેતનાબેન સુરેશભાઈ ચાવડા અને નહેરૂનગરમાં આવેલું ઘર
મૃતક ચેતનાબેન સુરેશભાઈ ચાવડા અને નહેરૂનગરમાં આવેલું ઘર

  • નાનામવાની ઘટનામાં શિક્ષક પિતાએ પોલીસને કરેલી ફરિયાદ
  • પરિણીતાએ મરણોન્મુખ નિવેદનમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગને કારણે દાઝી ગયાનું જણાવ્યું હતું
  • પિતાએ કહ્યું સાસરિયાઓએ સળગાવી

Divyabhaskar.com

Oct 18, 2019, 02:44 AM IST

રાજકોટ:નાના મવા રોડ પર નહેરૂનગરમાં આવેલા એક ઘરમાં આગ લાગતાં તમામ ઘરવખરી ખાક થઇ ગઇ હતી અને ચેતનાબેન સુરેશભાઈ ચાવડા (ઉં.30) નામની પરિણીતા ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેનું મોત નિપજ્યું હતું.જો કે ગોંડલનાં સુલતાનપુરથી આવેલા ચેતનાના પિતા છગનભાઇ લખુભાઇ બગડાએ દિકરીને ત્રાસ હોવાનો અને તેને સળગાવી દેવામાં આવ્યાનો ચોંકાવનારો આક્ષેપ કરતાં પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. તેમજ આગ કઇ રીતે લાગી? તે જાણવા એફએસએલની મદદ લેવા કાર્યવાહી હાથ ધરી છે.

પરિણીતાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર રાજકોટમાં નાનામવા રોડ ઉપર આવેલા નહેરૂનગરમાં સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં રહેણાંક મકાનમાં આગ લાગી હતી. આ ઘટના અંગે જાણ થતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે જઇ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગમાં ચેતનાબેન સુરેશભાઇ ચાવડા નામની 30 વર્ષની પરિણીતા ગંભીર રીતે દાઝી જતા તેણીને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.

સુરેશ ચાવડાએ જીવતી સળગાવી હોવાનો મૃતક ચેતનાનાં પિતાનો આક્ષેપ
પ્રાથમિક પુછપરછમાં મૃતકનાં પિતાએ જણાવ્યું હતું કે ચેતના અને સુરેશ ચાવડાના બીજા લગ્ન છે. એક વર્ષ પુર્વે જ લગ્ન થયા હતા સુરેશ ચાવડાની પહેલી પત્ની પુનમબેને પણ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. ચેતના સાથે લગ્ન થયા બાદ સુરેશ ચાવડા તું ગમતી નથી તેમ કહી તેના હાથે બનાવેલી રસોઇ અને ધોયેલા કપડા પણ પહેરતો ન હતો. આ અંગે પિતા છગનભાઇ લખુભાઇ બગડાએ સુરેશ ચાવડાના માતા– પિતાને રજુઆત કરી હતી અને ચેતના શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં નહી પરંતુ સુરેશ ચાવડાએ જીવતી સળગાવી હોવાનો મૃતક ચેતનાના પિતાએ આક્ષેપ કર્યો છે.હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

X
મૃતક ચેતનાબેન સુરેશભાઈ ચાવડા અને નહેરૂનગરમાં આવેલું ઘરમૃતક ચેતનાબેન સુરેશભાઈ ચાવડા અને નહેરૂનગરમાં આવેલું ઘર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી