LIVE વીડિયો / દ્વારકાના દરિયામાં બોટમાં આગ લાગતા ડૂબી, 6 ખલાસીઓનો બચાવ, 1નું મોત

સળગતી બોટનો લાઈવ વીડિયો સામે આવ્યો

  • દિવના વણાંકબારા બંદરની બોટમાં આગ લાગી હતી

Divyabhaskar.com

Jan 23, 2020, 10:29 AM IST

રાજકોટઃ દ્વારકાના દરિયામાં અચાનક બોટમાં આગ લાગતા ડૂબી ગઈ હતી. જેમાં સવાર 6 ખલાસીઓનો આબાદ બચાવ થયો છે. જ્યારે મહારાષ્ટ્રના 1 ખલાસીનું મોત થયું હતું.

બોટમાં આગનો લાઈવ વીડિયો સામે આવ્યો

અરબી સમુદ્રમાં દ્વારકાના દરિયામાં દિવના વણાંકબારા બંદરની એક બોટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ બોટમાં સાત જેટલા ખલાસીઓ સવાર હતા. બોટમાં આગ લાગતા આસપાસની બોટના ખલાસીઓએ 6 ખલાસીઓને બચાવી લીધા હતા. જ્યારે મહારાષ્ટ્રનો ખલાસી લાપતા થઈ ગયો હતો. જેની શોધખોળ કરતા મૃતદેહ મળી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, બોટમાં આગ લાગતા અન્ય બોટના ખલાસીઓએ ઉતારેલો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જેમાં બોટ સળગતી નજરે પડી રહી છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી