ક્રાઈમ / શબાના આઝમીના ડ્રાઈવર પર FIR નોંધવામાં આવી, ટ્રક ડ્રાઈવરે કહ્યું- અમલેશની ભૂલને કારણે અકસ્માત થયો

FIR lodged against Shabana Azmi driver, truck driver says - due to rash driving by the driver

Divyabhaskar.com

Jan 19, 2020, 05:25 PM IST

મુંબઈઃ મુંબઈથી 60 કિમી દૂર ખાલાપુર ટોલ નાકા પર અકસ્માત થયા બાદ ટ્રક ડ્રાઈવરે શબાના આઝમીના ડ્રાઈવર અમલેશ કામત વિરુદ્ધ FIR નોંધાવી છે. શબાના આઝમીનો 18 જાન્યુઆરીએ ગંભીર અકસ્માત થયો હતો. શબાના પોતાની કારમાં મુંબઈથી ખંડાલા જતા હતાં અને તે સમયે તેમની એસયુવી એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. પોલીસના મતે, શબાનાનો ડ્રાઈવર કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતો હતો અને તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન જાવેદ અખ્તરે કહ્યું હતું કે શબાનાની તબિયત હવે એકદમ ઠીક છે.

જાવેદ અખ્તરે કહ્યું, શબાના હવે ઠીક છે
વેબ પોર્ટલ બોલિવૂડ હંગામા સાથેની વાતચીતમાં જાવેદ અખ્તરે કહ્યું હતું, ‘શબાનાના રવિવારે (19 જાન્યુઆરી) તમામ મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતાં. બધા જ ટેસ્ટ નોર્મલ છે અને કોઈ પણ જાતનું કોમ્પ્લિકેશન નથી. તેઓ હજી પણ ICUમાં છે પરંતુ ચિંતાનું કોઈ જ કારણ નથી. તેઓ હવે આઉટ ઓફ ડેન્જર છે અને તેમની તબિયત સારી છે.

શબાનાના ડ્રાઈવરની ભૂલઃ ન્યૂઝ એજન્સીની ટ્વીટ પ્રમાણે
શબાનાના ડ્રાઈવર અમલેશ કામત વિરુદ્ધ ખાલાપુરમાં ટ્રક ડ્રાઈવરે FIR કરી છે. તેણે કહ્યું હતું કે ડ્રાઈવર અમલેશ ઝડપથી કાર ચલાવતો હતો, જેને કારણે કાર પુના-મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રક સાથે અથડાઈ અને અકસ્માત થયો.

ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં શબાનાને માથા, ચહેરા તથા હાથમાં ઈજાઓ થઈ હતી. પહેલાં તેમને નવી મુંબઈની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં પરંતુ બ્રેનમાંથી બ્લીડિંગ ચાલુ રહેતા તેમને કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. હોસ્પિટલના સીઈઓ ડો. સંતોષ શેટ્ટીએ કહ્યું હતું કે એક્ટ્રેસની તબિયત હાલ સ્થિરમાં છે.

બોલિવૂડ સેલેબ્સ ખબર કાઢવા હોસ્પિટલ ગયા
શનિવારે (18 ફેબ્રુઆરી) રાત્રે શબાનાની ખબર કાઢવા માટે બોલિવૂડ સેલેબ્સ કોકિલાબેન હોસ્પિટલ આવ્યા હતાં, જેમાં અનિલ-ટીના અંબાણી, અનિલ કપૂર, સતિષ કૌશિક, સલમા આગા, તબુ હતાં. જાવેદ અખ્તર દીકરી ઝોયા તથા દીકરા ફરહાન સાથે હતાં. ફરહાનની પ્રેમિકા શિબાની દાંડેકર પણ હોસ્પિટલ આવી હતી.

X
FIR lodged against Shabana Azmi driver, truck driver says - due to rash driving by the driver

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી