તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:લિવઇન રિલેશનમાં આપેલો ફ્લેટ પરત માગતા વાપીના કંપની માલિક સામે FIR

વાપી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચલા ખાતે ખરીદેલા ફ્લેટને લઇ બોલાચાલી થઇ હતી

વાપી ચલા ખાતે રહેતી એક મહિલાએ તેની સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા વાપીના કંપની સંચાલક સામે ટાઉન પોલીસ મથકમાં ફ્લેટને લઇ માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. થોડા સમય પહેલા દીકરાના ભણતર માટે આપેલા 1 લાખ રૂપિયા પરત માંગ્યા બાદ બંને વચ્ચે બોલાચાલી શરૂ થઇ હતી. જેથી ચલા ખાતે મહિલાએ ખરીદેલ ફ્લેટ ખાલી કરવા સંચાલક તેના પર દબાણ કરી રહ્યો હતો. વાપીના ચલા ખાતેં રહેતા ગીતાબેન (નામ બદલ્યું છે) ઉ.વ.42 એ શનિવારે વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2004માં તેમનો પતિ સાથે છુટાછેડા થયા બાદ તેઓે બે પુત્રોને લઇને મુંબઇ જતા રહ્યા હતા. જ્યાં વાપી ચલાના પ્રમુખ રેસીડેન્સીમાં રહેતા હેમંત ચંપકલાલ કંસારાના સંપર્કમાં તેઓ આવ્યા હતા.

અવારનવાર મુંબઇમાં ગીતાબેનના ઘરે જતા બંને વચ્ચે પ્રેમસંબંધ થતા તેઓ લિવ ઇન રીલેશનમાં રહેવા લાગ્યા હતા. વર્ષ 2007માં હેમંતભાઇએ ફરિયાદીના મોટા અને નાના દીકરાને ભણાવવા માટે વાપી લાવ્યા હતા. વર્ષ 2012માં બંનેએે ચલામાં 18 લાખમાં ફ્લેટની ખરીદી કરી હતી. જે ફ્લેટ હેમંતભાઇના નામે જ લેવાયો હતો. 2010માં હેમંતભાઇને ફરિયાદીના દિકરાના ભણતર માટે 1 લાખ આપ્યા બાદ 2015માં તે પરત માંગતા અવારનવાર મકાન ખાલી કરવા માનસિક ત્રાસ આપી ગંદી ગાળો બોલી હાથ ઉપાડી માર મરાતા પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. આ પહેલા ફરિયાદીએ ટેંશનમાં અનાજની ગોળી ગટગટાવી હતી. આ કેસમાં ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

62 દિવસથી વીજળી વગર રહીએ છીએ
હેમંત કંસારા વાપી જીઆઇડીસીમાં રિદ્ધિ સિદ્ધિ એન્જીનીયરીંગ વર્ક્સ નામની કંપની ધરાવે છે. ઝગડા બાદથી તેણે ઘરનું લાઇટનું મીટર કઢાવી નાંખતા છેલ્લા 62 દિવસથી હું મારા બંને દિકરા સાથે વીજળી વગર જેમ તેમ ઘરમાં રહું છું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો