• Home
  • Business
  • The government will announce another package to boost the economy

રિપોર્ટ / અર્થવ્યવસ્થાની ગતિ વધારવા માટે સરકાર અન્ય એક પેકેજની જાહેરાત કરશે

The government will announce another package to boost the economy

  • ગત સપ્તાહે રિઅલ એસ્ટેટ, એક્સપોર્ટ સેક્ટરે રાહત આપવાની જાહેરાત કરી હતી
  • એપ્રિલ-જૂનમાં જીડીપી ગ્રોથ 5% રહ્યો, સરકાર ગ્રોથ વધારવાનો ઉપાય કરી રહી છે

Divyabhaskar.com

Sep 17, 2019, 06:59 PM IST

નવી દિલ્હીઃ અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે સરકાર અન્ય એક પેકેજની જાહેરાત કરશે. નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ ન્યુઝ એજન્સીને આ અંગેની માહિતી આપી છે. રિપોર્ટ મુજબ તૈયારી પુરી થઈ ચુકી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અગામી થોડા દિવસોમાં નવી જાહેરાત કરશે. જોકે એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ વખતે કયા સેક્ટર સાથે જોડાયેલી જાહેરાત થઈ શકે છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે પણ સોમવારે એક ઈન્ટયરવ્યુમાં આશા વ્યક્ત કરી કે સરકાર રાહત આપવાનો સિલસિલો ચાલુ રાખશે.

સરકારે 23 દિવસમાં 3 પેકેજની જાહેરાત કરી

  • એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ઘટીને નીચલા સ્તર 5 ટકા પર આવી ગયો છે. સરકાર ગ્રોથ વધારવાનો ઉપાય કરી રહી છે. નાણાં મંત્રીએ ગત શનિવારે રિઅલ એસ્ટેટ અને એક્સપોર્ટ સેક્ટર માટે રાહતની જાહેરાત કરી હતી. 30 ઓગસ્ટે 10 બેન્કોના મર્જરની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ 23 ઓગસ્ટે વિદેશી રોકાણકારો પર સરચાર્જ પરત લેવા સહિત ઓટો સેકટરને રાહત આપવાના નિર્ણયની માહિતી આપવામાં આવી હતી.
  • 20 સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠક પણ થનાર છે. તેમાં ઓટો, એફએમસીજી, હોટલ અને કેટલાક અન્ય સેકટરના ટેક્સના દરોમાં ફેરફારની જાહેરાત થવાની શકયતા છે. તે પહેલા 19 સપ્ટેમ્બરે નાણાં મંત્રી સરકારી બેન્કોના પ્રમુખોની સાથે બેઠક કરશે. તેમાં વ્યાજ દરમાં કાપનો ગ્રાહકોને ઝડપથી ફાયદો આપવાના મુદ્દા પર વાતચીત થશે.
X
The government will announce another package to boost the economy

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી