તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જગદંબા કથા:આખરે મહાદેવીએ તલવારથી તે અસુરનું મસ્તક કાપી નાખ્યું...

અમદાવાદ13 દિવસ પહેલાલેખક: ભાણદેવ
  • કૉપી લિંક

ભાગ - 3 (કાલથી આગળ)
દેવીનું વાહન બનેલો સિંહ પણ કેશવાળી કાંપવતો ક્રોધે ભરાયો અને અરણ્યમાં ઘુમવા લાગ્યો. રણાંંગણમાં દેવી અંબિકાના શ્વાસમાંથી સેંકડો અને હજારો ગણો પ્રગટ થવા લાગ્યો અને તેઓ સૌ અસુરોનો સંહાર કરવા લાગ્યા. અગ્નિ જેમ ઘાસ અને લાકડાના મોટા ઢગલાને ભસ્મ કરી નાખે છે, તેમ મહાદેવી અંબિકાએ અસુરોના મહાસૈન્યનો નાશ કરી દીધો. આમ દેવીના ગણો એ મહાન દૈત્યો સામે આવો સંગ્રામ ખેલ્યો. તેથી દેવ ગણો પરમ સંતોષ પામી આકાશ માંથી તેમના પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. તદનંતર મહિષાસુરના મહાન સેનાપતિઓ દેવીની સામે યુદ્ધ માટે આવે છે. ચીક્ષુર, ચામર, ઉદગ્, મહાહનુ, અસિલોમાં, બાષકલ, બિડાલ આદિ મહાન અસુર સેનાપતિઓ દેવીની સામે યુદ્ધે ચડે છે, પરંતુ શક્તિ સ્વરૂપિણી ભગવતી અંબિકા તે સર્વનો નાશ કરી નાખે છે.

પોતાના સેનાપતિઓ અને સેનાનો આ પ્રમાણે નાશ થતો જોઈને મહા વીર્યવાન મહિષાસુર ક્રોધમાં આવીને ભયંકર ગર્જના કરવા લાગ્યો અને કૂદકા મારવા લાગ્યો. આ પ્રમાણે ક્રોધથી ધમધમી રહેલા તે મહાદૈત્યના કૂદકા જોઈને મહાદેવીએ તેનો સંહાર કરવાનો સંકલ્પ કર્યો. આ મહા દેત્ય મહિષાસુર અનેકવિધ સ્વરૂપો ધારણ કરીને માયાવી યુદ્ધ કરી રહ્યો હતો. પાડો, સિંહ, હાથી, પુરુષ આદિ સ્વરૂપોમાં તે યુદ્ધ કરતો દેખાતો હતો. આખરે મહાદેવીએ તેને પકડીને પોતાની તલવાર થી તે અસુરનું મસ્તક કાપી નાખ્યું.

દૈત્યોની સેનામાં હાહાકાર મચી ગયો. તે સેના નાસવા લાગી. સકળ દેવ-સમૂહો આનંદમાં આવી ગયા. દેવો અને મહર્ષિઓ દેવીની સ્તુતિ કરવા લાગ્યા. ગંઘર્વો ગાયન કરવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી.

દેવીએ અતિવીર્યવાન દુષ્ટ મહિષાસુરને અને તેની દૈત્યસેનાને હણી નાખી. ત્યારે ઈન્દ્ર આદિ દેવોના સમુહોના સુંદર શરીરો અત્યંત આનંદથી રોમાંચ થયાં અને તેઓ પ્રણામ મુદ્રામાં ડોક તથા મસ્તકો નમાવીને દેવીનું સુંદર વચનોથી સ્તવન કરવા લાગ્યા.

या श्री: स्वयं सुकृतिना भवनेषवलक्ष्मी:
पापात्मा नां कृतघिया ह्र्दर्येषु बुद्धि:।।
श्रद्धा सतां कुलश्रण प्रभवस्य ..
तां त्वां नता: स्म परिपालय देवि विश्वम।।।
(दुर्गा सप्तमी, ४-५)

“જે સતકર્મીઓના ઘરમાં પોતે લક્ષ્મી રૂપે રહે છે, જે પાપાત્માઓના ઘરમાં દરિદ્રતા રૂપે રહે છે, જે શુદ્ધ અંત:કરણ વાળાઓના હૃદયમાં બુદ્ધિ રૂપે રહે છે, જે સતપુરૂષોમાં શ્રધ્ધારૂપે રહે છે અને જે કુલીનવંશી ઓમાં લજ્જા રૂપે રહે છે, તે દેવીને અમે નમન કરીએ છીએ. હે દેવી! તમે વિશ્વનું પરિપાલન કરો.”

આ પ્રમાણે દેવો જગત માતાની ભાવપૂર્ણ અને દીર્ઘ સ્તુતિ કરે છે અને નંદનવનમાં ઊગેલા દિવ્ય પુષ્પોથી તેમજ ચંદન આદીથી તેમની પૂજા કરે છે. પ્રસન્ન થયેલાં દેવી દેવોને વરદાન માગવા કહે છે. દેવો વરદાન માગે છે. “હે કમલવદના! અમે જ્યારે આપનું સ્મરણ કરીએ ત્યારે આપ અમારી આપત્તિઓનો નાશ કરજો.”
જગદંબા ‘તથાસ્તુઃ’ કહીને અંતર્ધ્યાન થાય છે (ક્રમશ:)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો