તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરૂઆત:આખરે 8 વર્ષ પછી વાપી પાલિકાની ચંડોરની ડમ્પિંગ સાઇટને વિકસાવવાની કામગીરી શરૂ

વાપી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10.82 કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલથી લઇ સમગ્ર સાઇટને વિકસાવાશે,સ્થાનિકોએ અગાઉ વિરોધ કર્યો હતો

વાપી પાલિકાના ડમ્પિંગ સાઇટને વિકસાવવા દર વર્ષે બજેટમાં લેવામાં આવે છે, પરંતુ સ્થળ પર કામગીરી દેખાતી નથી.પરંતુ આખરે 8 વર્ષ પછી હાલ 10.82 કરોડના ખર્ચે ડમ્પિંગ સાઇટને વિકસાવાની કામગીરી ચાલી રહી છે. કમ્પાઉન્ડ વોલથી લઇ સમગ્ર સાઇટને વિકસાવાના પ્રોજેકટનો પ્રારંભ થયો છે. અગાઉ સ્થાનિકોએ ગંદકી અને દુર્ગંધના મુદે ભારે વિરોધ કરતાં હોબાળો થયો હતો. જેને લઇ પાાલિકાએ પ્રશ્ન હલ કરવાની ત્યારે ખાતરી આપી હતી.વાપી નગરપાલિકાએ પાલિકા વિસ્તારના ઘનકચરાનો યોગ્ય નિકાલ કરવા ડમ્પિંગ સાઇટ નામધા-ચંડોરગામની હદમાં બનાવી છે. અહી કચરામાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર અને બાયોગેસ જનરેશન સહિત વિવિધ પ્રયોગ કરવામાં આવ્યા હતા,પરંતુ પુરતી સફળતા મળી ન હતી. બીજી તરફ ડમ્પિંગ સાઇટના ગંદકીના મુદે સ્થાનિકોએ ભારે વિરોેધ કર્યો હતો.

પરંતુ હાલ વાપી પાલિકાએ ડમ્પિંગ સાઇટને વિકસાવાની કામગીરી શરૂ કરી દીધી છે. ડમ્પિંગ સાઇટની આજુબાજુ રહેતા લોકોને તકલીફ ન પડે તથા પર્યાવરણના નિયમોનું પાલન થાય તે મુજબ હાલ કામગીરી ચાલી રહી છે. શહેરની વસ્તીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા ઘન કચરાના વ્યવસ્થાપન નિયમો-2016 અંતર્ગત નિયમોને આધિન પાલિકા વિસ્તારમાંથી ડોર ટુ ડોર કચરો એકઠો કરવામાં આવે છે. જેને નિયત ડમ્પિંગ સાઇટમાં નિકાલ કરવો ફરજિયાત છે. ડમ્પિંગ સાઇટમાં પશુઓ આવી ન જાય, તે માટે કમ્પાઉન્ડ વોલ કે કાંટાળી વાડ ,તેમજ ઘનકચરાનું વિઘટન કરી યોગ્ય નિકાલ સહિત સરકારની ગાઇડલાઇન મુજબ નવી સાઇટને વિકસાવાશે.

ડમ્પિંગ સાઇટમાં શું-શુ કામગીરી કરાશે: કમ્પાઉન્ડ વોલ અને નદી કિનારા તરફથી ડમ્પિંગ સાઇટને વિકસાવાશે, સુરક્ષાગાર્ડ માટે કેબિન, પાર્કિંગ શેડ,વજન કાંટા માટેની કેબિન, સાઇટની આજુબાજુ આરસીસી રોડ, કચરો એકત્ર કરવા પ્લેટફોેર્મ તૈયાર કરાશે, મટીરીયલ્સ રાખવાની સુવિધા, સીસીટીવી કેમેરા સહિત સાઇટ પર જરૂરી તમામ સુવિધા ઊભી કરવામાં આવશે. હાલના તબક્કે કામગીરી ચાલી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો