• Home
  • National
  • Final hearing of Article 370 in Supreme Court on December 10

કાશ્મીર / અનુચ્છેદ 370 પર સુપ્રીમ કોર્ટમાં 10 ડિસેમ્બરથી અંતિમ સુનાવણી, કેન્દ્રને સોગંદનામું દાખલ કરવા આદેશ 

Final hearing of Article 370 in Supreme Court on December 10

  • કોર્ટે કહ્યુ- કેન્દ્ર સરકાર આ મામલે પોતાનો પક્ષ રજૂ કરવા માટે 22 નવેમ્બર સુધીમાં સોગંદનામું દાખલ કરે
  • અદાલતે કેસને સંબંધિત વકીલોને તથ્ય અને દસ્તાવેજ એકત્ર કરવા આદેશ આપ્યો 

Divyabhaskar.com

Nov 15, 2019, 05:57 AM IST
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરૂવારે જમ્મૂ-કાશ્મીરના વિશેષ દરજ્જાને સમાપ્ત કરવા મામલે 10 ડિસેમ્બરથી અંતિમ સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ એન.વી. રમન્નાએ કહ્યુ, કેન્દ્ર સરકાર આ મામલે પોતાનો પક્ષ રજૂ કરવા માટે 22 નવેમ્બર સુધીમાં સોગંદનામું દાખલ કરે. અદાલતે આ કેસથી સંબંધીત વકીલોને બધા તથ્ય અને દસ્તાવેજ એકત્ર કરવાનો આદેશ આપવાની સાથે અંતિમ સુનાવણીની તારીખ નક્કી કરી છે.
5 જજની સંવિધાન પીઠ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાના નિર્ણય વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરી રહી હતી. અદાલતે કાશ્મીરમાં પ્રતિબંધો મામલે અનુરાધા ભસીનની અપીલ પર સુનાવણી કરી. ભસીનના વકીલ કપિલ સિબ્બલે અદાલતમાં કહ્યુ, તમે સમગ્ર સમુદાય પર અનુચ્છેદ 19 હેઠળ તેમને મળેલા મૌલિક અધિકારો પર પ્રતિબંધ ન લગાવી શકો. સરહદ પર આતંકવાદ પહેલેથી જ છે. કાશ્મીરના લોકો શાંતિપ્રિય છે.
સિબ્બલે કહ્યુ- કાશ્મીરમાં હોસ્પિટલ જવું પણ મુશ્કેલ
રાજ્યમાં ટેલિકોમ સેવાઓ બંધ કરવાના મુદ્દે ચર્ચા કરવા દરમિયાન કપિલ સિબ્બલે કહ્યુ- તમે મુશ્કેલીઓ ઉભી કરનારા લોકોને રોકો, પણ શાંતિપ્રિય લોકોના અધિકારોનું રક્ષણ થવું જોઇએ. તેમણે કહ્યુ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવો યોગ્ય હોઇ શકે છે, પરંતુ સમગ્ર ઇન્ટરનેટ બંધ કરવું યોગ્ય નથી. લેન્ડલાઇન ટેલિફોન સેવાઓ સંવાદ માટે જરૂરી છે. ટેલિફોનથી કાયદો-વ્યવસ્થા પર અસર ન પડે. તમે મને કોઇની સાથે વાત કરતા કેવી રીતે રોકી શકો? ટેલિફોન ન હોય અને જો કોઇ મડિકલ ઇમર્જન્સી આવે તો હું હોસ્પિટલ કેવી રીતે પહોંચી શકું?
5 ઓગસ્ટે જમ્મૂ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યો
કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટે જમ્મૂ-કાશ્મીરનો વિશેષ દરજ્જો આપતી કલમ 370 સમાપ્ત કરી હતી. તેની સાથે જ જમ્મૂ-કાશ્મીર અને લદાખને બે જુદાજુદા કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં ટેલિફોન, મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હતી.
X
Final hearing of Article 370 in Supreme Court on December 10

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી