દુઃખદ / ફિલ્મમેકર કુનાલ કોહલીની માસીનું શિકાગોમાં કોરોનાવાઈરસને કારણે નિધન

Filmmaker Kunal Kohli's aunt dies of coronavirus in Chicago
X
Filmmaker Kunal Kohli's aunt dies of coronavirus in Chicago

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 11:24 AM IST

મુંબઈ. ફિલ્મમેકર કુનાલ કોહલીની માસીનું શિકાગોમાં કોરોનાવાઈરસને કારણે નિધન થયું છે. કુનાલે ટ્વિટર પર ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. કુનાલે કહ્યું હતું કે તેમનો પરિવાર એકબીજાથી ઘણો જ નિકટ છે અને આ મુશ્કેલ ઘડીમાં તે પરિવાર સાથે નથી. જોકે, વાઈરસ તેમની વચ્ચેનો પ્રેમ તથા યાદોને દૂર કરી શકશે નહીં. 

કુનાલે ટ્વીટ કરીને માસીના નિધનની જાણ કરી
કુનાલે ટ્વીટ કરી હતી, ‘કોવિડ 19 સામે આઠ અઠવાડિયા સુધી લડ્યાં બાદ મારા માસી નિધન થયું. અમારો બહોળો પરિવાર છે અને અમે એકબીજાની નિકટ છીએ. હાલના સમયે અમે ભેગા થઈ શકીએ તેમ નથી. તેમના નિધનથી ઘણું જ દુઃખ થયું. મારી મમ્મી તથા મામા આ મુશ્કેલ સમયમાં ત્યાં જઈ શકવા સમર્થ નથી.’ 

દીકરીને હોસ્પિટલની અંદર જવાની પરવાનગી નહોતી
કુનાલે અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું, ‘મારી કઝિન, માસીની દીકરીને હોસ્પિટલની અંદર આવવાની પરવાનગી નહોતી. તેથી તેણે કાર પાર્કિંગમાં બેસીને પ્રાર્થના કરી. મારી કઝિન સિસ્ટરે હોસ્પિટલ ગઈ અને કાર પાર્કિંગમાં પોતાની કારમાં બેસીને સ્વર્ગસ્થ માતા માટે પ્રાર્થના કરી હતી. ઈન્ફેક્શન થવાનું જોખમ હોવાથી તેને હોસ્ટિપલની અંદર જવાની પરવાનગી નહોતી. તે માતાને જોઈ શકી નહીં. કોવિડ કેટલો કઠોર છે.’ 

અન્ય એક ટ્વીટમાં કુનાલે કહ્યું હતું, ‘પાંચ બહેનો તથા ત્રણ ભાઈઓ. તેમની વચ્ચેના બોન્ડને માત્ર મૃત્યુ જ તોડી શકે તેમ છે. પ્રેમ તથા યાદો હંમેશાં સાથે રહેશે.’

ઉલ્લેખનીય છે કે કુનાલ કોહલીએ 90ના દાયકામાં ફિલ્મ ક્રિટિક તરીકે કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે કેટલાંક મ્યૂઝિક વીડિયો ડિરેક્ટ કર્યાં હતાં. વર્ષ 2002માં ફિલ્મ ‘મુઝસે દોસ્તી કરોંગે’થી બોલિવૂડમાં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ કુનાલે ‘હમ તુમ’, ‘ફના’, ‘થોડા પ્યાર થોડા મેજિક’, ‘તેરી મેરી કહાની’ તથા ‘ફિર સે’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી