ફિલ્મ રિવ્યૂ / આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ કોમેડીની સાથે સાથે મેસેજ આપવામાં સફળ રહી

film review of shubh mangal zyada saavdhan

Divyabhaskar.com

Feb 21, 2020, 06:22 PM IST
ફિલ્મ રિવ્યૂ શુભ મંગલ ઝ્યાદા સાવધાન
રેટિંગ 3/5
સ્ટાર-કાસ્ટ આયુષ્માન ખુરાના, જીતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, ગજરાજ રાવ, મનુ ઋષિ ચઢ્ઢા, સુનીતા રાજવર
ડિરેક્ટર હિતેશ કેવલ્ય
પ્રોડ્યૂસર આનંદ એલ રાય, ભૂષણ કુમાર
સંગીત તનિષ્ક બાગચી
જોનર સોશિયલ પ્રોબ્લેમ કોમેડી ફિલ્મ

કહેવાય છે કે જ્યાં સુધી પોતે દર્દને સહન ના કર્યું હોય ત્યાં સુધી બીજાના દર્દની પીડા સમજી શકાતી નથી. કંઈક આ જ રીતે બે યુવકોના પ્રેમ તથા તેમના પરિવારમાં થતા આંતરકલેહની પીડા પર ફિલ્મ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ બનાવવામાં આવી છે. આ કથા-વ્યથાને એ જ લોકો સારી રીતે સમજી શકે છે, જે આમાંથી પસાર થયા હોય. ટેબૂ સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવાની શરૂઆત થઈ છે, જે એક સારી બાબત છે. ફિલ્મ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ સમલૈંગિકતા વિષય પર બનાવવામાં આવી છે.

ફિલ્મની સ્ટોરી પ્રમાણે, કાર્તિક (આયુષ્માન ખુરાના) અમન (જીતેન્દ્ર કુમાર)ને પ્રેમ કરવા લાગે છે. આ દરમિયાન અમનના માતા (નીના ગુપ્તા) તથા પિતા (ગજરાજ રાવ) તેના લગ્ન યુવતી સાથે નક્કી કરી નાખે છે. જોકે, અમન સમલિંગી હોવાને કારણે કાર્તિક સાથે જ રહેવા ઈચ્છે છે. અમનના પરિવારને જ્યારે ખબર પડે છે કે તેમનો દીકરો ગે છે, તો ઘરમાં તોફાન મચી જાય છે. અમન અને કાર્તિક પોતાનો પ્રેમ મેળવી શકે છે કે નહીં? કે પછી તેઓ માતા-પિતાના દબાણમાં આવીને સંબંધો તોડી નાખે છે, તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. સમાજને મેસેજ આપતી આ ફિલ્મ કોમિક વેમાં બનાવવામાં આવી છે.

હિતેશ કૈવલ્યે લખેલી તથા ડિરેક્ટર કરેલી આ ફિલ્મ સીધી રીતે સમલૈંગિકતાનો સંદેશ આપવામાં સફળ થઈ છે. આપણે બધા સમલૈંગિકતાની વાતને સીધી રીતે નકારી શકીએ નહીં. પ્રોડ્યૂસર-ડિરેક્ટરે મોટું જોખમ લઈને આવા વિષય પર ફિલ્મ બનાવી છે. જોકે, બીજી તરફ આપણો સમાજ ભલે ગમે તેટલો આધુનિક અને ખુલ્લા વિચારોવાળો થઈ જાય, કોઈ પણ કાયદો ભલે પરવાનગી આપે પરંતુ ગે હોવાની વાત જ્યારે પરિવારને ખબર પડે છે તો આજે પણ ઘરમાં તોફાન મચી જાય છે. આ વાત કહેવા માટે ફિલ્મ બની રહી છે પરંતુ આ વાતને સમાજ હજી પણ સ્વીકારી શકતો નથી. દર્શકો આયુષ્માન ખુરાના તથા તેના સમલૈંગિકતા જીવનની અવઢવ જોવા માટે થિયેટરમાં જઈ શકે છે. આજના યુથ અને કોમેડીને સારો તાલમેલ છે. ફિલ્મમાં ગીતો ઓછા છે પણ જેટલા છે, એટલા દર્શકોને પસંદ આવ્યા છે.

X
film review of shubh mangal zyada saavdhan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી