ફિલ્મ રિવ્યૂ / ‘મેડ ઈન ચાઈના’ ફિલ્મ ‘ગુરુ’ બને તેવી આશા હતી પરંતુ ‘રોકેટ સિંહ’ પણ ના બની શકી

film review of made in china
X
film review of made in china

Divyabhaskar.com

Oct 24, 2019, 01:28 PM IST

‘ઝોયા ફેક્ટર’ પછી ‘મેડ ઈન ચાઈના’ બીજી એવી ફિલ્મ છે, જે પુસ્તક પર આધારિત છે. બંને પુસ્તકો બેસ્ટ સેલર રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ તેના પરથી બનાવવામાં આવેલી બંને ફિલ્મ્સ તદ્દન નબળી રહી. નેશનલ એવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ ‘રોંગ સાઈડ રાજુ’ બનાવી ચૂકનાર મિખિલ મૂસળેએ ‘મેડ ઈન ચાઈના’ બનાવી છે.

ફિલ્મ રિવ્યૂ મેડ ઈન ચાઈના
રેટિંગ 2/5
સ્ટાર-કાસ્ટ રાજકુમાર રાવ, બમન ઈરાની, પરેશ રાવલ, મૌની રોય
ડિરેક્ટર મિખિલ મૂસળે
પ્રોડ્યૂસર દિનેશ વિજન
સંગીત સચિન-જીગર
જોનર કોમેડી

ફિલ્મ કેવી છે?

‘મેડ ઈન ચાઈના’ની શરૂઆત ગુજરાતમાં ચીનના જનરલ જેંગના નિધનથી શરૂ થાય છે. તેમનું નિધન મેજિક સૂપમાં મિલાવટને કારણે થયું હોવાનું ચર્ચાય છે. આ મેજિક સૂપ રઘુ (રાજકુમાર રાવ) બનાવે છે. રઘુ પોતાની પત્ની રૂકમણી (મૌની રોય) સાથે ગુજરાતમાં રહે છે. રઘુ સાથીઓ નટુકાકા (સંજય ગોરડિયા) તથા સેક્સોલોજિસ્ટ ડો. વર્ધીની (બમન ઈરાની) મદદથી સૂપ બનાવતો હોય છે. જેંગના નિધન પહેલાં આ બિઝનેસ બરોબર ચાલતો હતો. રઘુ આ આઈડિયા ચીનથી લાવ્યો હોય છે, તેમાં તેની મદદ તન્મયભાઈએ (પરેશ રાવલ) કરી હતી. રઘુનો બિઝનેસ ધીમે ધીમે વધતો હતો પરંતુ અચાનક જેંગના નિધનથી તેના જીવનમાં ખળભળાટ મચી જાય છે. 

ફિલ્મમાં ઉદ્યમી સ્વભાવનો રઘુ કેવી રીતે બિઝનેસમે બની છે, તેની વાત કહેવામાં આવી છે. આ ફિલ્મ એવા સમયે આવી છે, જ્યારે ભારત મંદી તથા બેકારીનો સામનો કરી રહ્યું છે. નોકરીઓ ઘટતી ગઈ છે. જેના વિકલ્પ સ્વરૂપે સ્વરોજગારી છે. આ સમયે રઘુ જેટલી સરળતાથી મેજિક સૂપના વેચાણને અંડરગ્રાઉન્ડ ફેલાવે છે, તે વાત ગળે ઉતરતી નથી. બિઝનેસ ઊભો કરવામાં વર્ષો નીકળી જાય છે. તન્મયભાઈના આઈડિયા તથા મોટિવેશનલ સ્પીકર ચોપરાની સ્પીચ સાંભળીને રઘુ મોટો બિઝનેસમેન બનવાનું નક્કી કરે છે. આ ઉદ્યમશીલતાના કોન્સેપ્ટની જ મજાક ઉડાવે છે. સીબીઆઈ ઓફિસરના રોલમાં ગુપ્તા (ચિત્તરંજન ત્રિપાઠી તથા શર્માનું (અભિષેક બેનર્જી) મિસકાસ્ટિંગ થયું છે. આ બંને જનરલ જેંગના નિધનનો કેસ એ રીતે ઉકેલે છે, જે રીતે કોઈ જિગ્સો પઝલ ઉકેલતા હોય. 

પ્રોડ્યૂસર દિનેશ વિજને ખરી રીતે તો રાજકુમાર રાવની સ્ટારડમ પર જરૂર કરતાં વધુ દાવ લગાવ્યો છે. તેમને એમ લાગ્યું કે ‘સ્ત્રી’નું હેંગ ઓવર ‘મેડ ઈન ચાઈના’ના નબળાં લખાણને બચાવી લેશે. તેમણે સક્ષમ કલાકારો રાજકુમાર રાવ, બમન ઈરાની તથા પરેશ રાવલના પાત્રોને પણ સપાટ બનાવી દીધા છે. રાજકુમાર રાવે ડાયલેક્ટ તો પર્ફેક્ટ પકડી પરંતુ ઈમોશનના મામલે તેણે વધુ કામ કરવાની જરૂર હતી. સંજય ગોરડિયાએ કમાલનું કામ કર્યું છે. સંગીત એકંદરે સારું છે. રાઈટર નીરેન ભટ્ટની સાથે મિખિલ મૂસળેએ ઘટનાક્રમો બતાવવાની ઘણી જ ઉતાવળ કરી છે. ચીનના લોકેશનને પણ સારી રીતે દર્શાવવામાં આવ્યા નથી. ફિલ્મને પૂરી કરવામાં પણ મેકર્સની ઝડપ સ્પષ્ટ જોવા મળે છે. આ ફિલ્મે મણિરત્નમની ‘ગુરુ’ના સ્કેલ સુધી પહોંચાવની જરૂર હતી પરંતુ આ ફિલ્મ શિમિત અમીનની ‘રોકેટ સિંહઃ સેલ્સમેન ઓફ ધ યર’ પણ બની શકી નહીં. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી