પ્રિપરેશન / ફિલ્મ ‘83’ માટે રણવીર રોજ 12 ઓવર બોલિંગ તથા 200 બોલ સુધી બેટિંગ કરીને કપિલ દેવ જેવો બન્યો

film 83: Fitness consultant Rajeev Mehra talked about ranveer singh preparation for role of kapil dev

Divyabhaskar.com

Oct 13, 2019, 12:05 PM IST

મુંબઈઃ ફિલ્મ ‘83’માં પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવના રોલને આત્મસાત કરવા માટે રણવીર સિંહે ઘણી જ મહેનત કરી છે. આ રોલ માટે તેને ફિટનેસ કન્સલ્ટન્ટ રાજીવ મહેરાએ ટ્રેનિંગ આપી છે. રાજીવે divyabhaskar.com સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કપિલ દેવના પાત્રમાં ઢળવા માટે રણવીરે કેટલી મહેનત કરી હતી.

આ રીતનું રૂટિન હતું

  • સૌથી પહેલા સવારે 20 મિનિટ ફૂટબોલ રમીને વોર્મઅપ કરતો હતો. ત્યારબાદ આખા શરીરનું સ્ટ્રેચિંગ કરતો હતો.
  • પછી રણવીર અંદાજે 12 થી 13 ઓવર ફેંકીને બોલિંગ કરતો હતો.
  • આટલી બોલિંગ પછી 200 બોલ રમીને બેટિંગ પણ કરતો હતો.
  • આ દરમિયાન બ્રેક લઇને પોતાની બોલિંગ અને બેટિંગના વીડિયો જોઇને નોટ્સ પણ બનાવતો.
  • રોજ ઓછામાં ઓછા 4 કલાક એક્સરસાઇઝ સેશન કરતો હતો.
  • આ સિવાય એકસ્ટ્રા કેલેરીઝ લુઝ કરવા 40 મિનિટ સ્વિમિંગ પણ કરતો.

રાજીવે રણવીરને લઈ આ ખાસ વાત કહી
રાજીવ મહેરાએ એક્ટરને લઈ કહ્યું હતું, ‘બોલિંગ તમારી લોઅર બોડીને ઘણો સ્ટ્રેસ આપે છે, કેમ કે તમે જ્યારે બોલિંગ કરો છો તો તમારું વજન ક્યારેક ફ્રન્ટ ફૂટ પર અને ક્યારેક બેક ફૂટ પર હોય છે. મારે એ ધ્યાન રાખવાનું હતું કે રણવીરની બધી એક્સરસાઇઝ એવી હોય કે મોશનને કોન્ફિડન્સ મળે. અમને એ વાતની શંકા હતી કે જો તે ઝડપથી ભાગશે તો તેના ઘુંટણને નુકસાન થઇ શકે છે. તો મારે તેના આ ડરને પણ ઓછો કરવાનો હતો. આવામાં અમે સૌથી પહેલા તેના ગ્લૂટ મસલને મજબૂત કરવામાં ફોકસ કર્યું અને તેની પાસે તે જ એક્સસાઇઝ કરાવી.’

ફિલ્મના ડિરેક્ટર કબીર ખાને શું કહ્યું?
કબીર ખાને કહ્યું હતું, ‘રણવીર પોતાના દરેક કિરદારને જીવે છે. સેટ પર મેં તેનું ડેડિકેશન જોયું છે. તે ઘણી વાર કટ બોલવાથી ઇમોશનલ થઈ જતો અને આગળ પણ તે સીન કરવા માગતો હતો. આ પાત્ર માટે તેણે ઘણી જ મહેનત કરી અને કપિલના પાત્રને એટલી સારી રીતે એડોપ્ટ કર્યુ કે તે બિલકુલ કપિલની જેમ જ લાગે છે.’

બૉડી સ્ટ્રેન્થ પર ફોકસ કર્યું

  • રણવીરની ટ્રેનિંગ માત્ર વજન ઓછું કરવા પર જ નહોતી પરંતુ એક્સરસાઈઝને એ રીતે ડિઝાઈન કરવામાં આવી હતી કે જેથી તેના ખભા તથા બાઈસેપ્સના બોલિંગ મસલ્સ સ્ટ્રોંગ બને.
  • ટ્રેનિંગ પહેલાં રણવીરનું વજન 85 કિલો હતો. ફિલ્મ માટે તેણે 10 કિલો વજન ઉતાર્યું હતું
  • રણવીરને પાવર મૂવમેન્ટ ટ્રેનિંગ આપવામાં આવી, જેમાં તેને શીખવવામાં આવ્યું કે કેવી રીતે જમ્પ કરીને એક પગ પર લેન્ડ કરવામાં આવે છે.
  • સ્ટ્રેન્થ તથા પાવર વધારવા માટે ઓલિમ્પિક લિફ્ટિંગ પણ કરાવવામાં આવ્યું હતું
  • કપિલના રનઅપ પોશ્ચરને હૂબહૂ લાવવા માટે રણવીરને સ્પેશિયલ રનિંગ એક્સરસાઈઝ કરાવવામાં આવી હતી
X
film 83: Fitness consultant Rajeev Mehra talked about ranveer singh preparation for role of kapil dev
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી