તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અટકાયત:સમાચાર છાપવા, મસ્તી કરવા મુદ્દે મારામારી

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટા ભાઈને સુરત લાજપોર તો નાના ભાઈને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલાયો

અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવા માટે તેમજ ધાક બેસાડતી કામગીરી દેખાડવા અનેક શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલી ભુજની બેલડીને પાસા હેઠળ અમદાવાદ અને સુરત જેલમાં ધકેલી દેવાઇ છે. સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અને શરીર સંબંધી ગુના જેવાકે ખૂનની કોશિશ અને મારામારીમાં સંડોવાયેલા અસલમ ઈસ્માઈલ ઉર્ફે બાપાડા ચાકીનો પાસા હેઠળનો વોરંટ ઈસ્યુ કરી સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવાયો હતો તો એનો નાનો ભાઈ અખ્તર ઈસ્માઈલ ઉર્ફે બાપાડા ચાકીનો પાસોનો વોરંટ ઇસ્યુ કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયો હતો. બંને ભાઈઓની સામે શરીર સંબંધી અનેક ગુનાઓ નોંધાયેલા હોવાથી પશ્ચિમ કચ્છ એલસીબીએ પાસાની દરખાસ્ત તૈયાર કરી એસ.પી સમક્ષ મુકતા તેઓએ જિલ્લા કલેક્ટર પાસે દરખાસ્ત મુકી હતી ત્યાંથી દરખાસ્ત ગ્રહ્ય રહેતા પાસાનો વોરંટ ઇસ્યુ કરી અટકાયત કરીને મોકલી દેવાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો