તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ટ્રેન શરૂ:રાજકોટ-સિકંદરાબાદ વચ્ચે દોડશે ફેસ્ટિવલ ટ્રેન, કાલથી બુકિંગ થશે

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોરખપુર, જબલપુર, દિલ્હી, હાવડા, મુંબઈ, પુરી જવા ટ્રેન શરૂ

રાજ્યમાં ધંધા-રોજગાર, બાગ-બગીચા, સિનેમા-જિમ સહિતની મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ અનલોક થઇ છે ત્યારે હવે ધીમે ધીમે રેલવે વ્યવહાર પણ અનલોક થઇ રહ્યો હોય એમ એક પછી એક લાંબા અંતરની ટ્રેન રેલવે પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. રાજકોટથી ગોરખપુર, જબલપુર, દિલ્હી, હાવડા, મુંબઈ અને પુરી સહિતના લાંબા અંતરે જવા સ્પેશિયલ ટ્રેન શરૂ કર્યા બાદ હવે રાજકોટથી સિકંદરાબાદ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેન 22 ઓક્ટોબરથી 30 નવેમ્બર દરમિયાન પ્રત્યેક સોમવાર, બુધવાર અને ગુરુવારે સવારે 5.25 કલાકે પ્રસ્થાન કરશે. રેલવે વિભાગે ધીમે ધીમે લાંબા અંતરની ટ્રેન શરૂ કરતા યાત્રિકોને ઘણો ફાયદો થયો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઈઝર સહિતના સાવચેતીના પગલાં સાથે યાત્રિકો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે.

ટ્રેન નં. 07017 રાજકોટ-સિકંદરાબાદ વિશેષ ટ્રેન પ્રત્યેક સોમવાર, બુધવાર અને ગુરુવારે રાજકોટ સ્ટેશનથી વહેલી સવારે 5.25 કલાકે પ્રસ્થાન કરશે અને બીજે દિવસે સવારે 10.30 કલાકે સિકંદરાબાદ પહોંચશે. આ ટ્રેન 22 ઓક્ટોબરથી 30 નવેમ્બર દરમિયાન એટલે કે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી રહી છે જેથી યાત્રિકોને સરળ પરિવહન સેવાનો લાભ મળી રહે. એવી જ રીતે પરત આવવામાં ટ્રેન નં. 07018 સિકંદરાબાદ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન સિકંદરાબાદથી પ્રત્યેક સોમવાર, મંગળવાર અને શનિવારે બપોરે 15.15 કલાકે ઉપડશે અને રાજકોટ સ્ટેશન પર આ ટ્રેન બીજે દિવસે સાંજે 19.00 કલાકે પહોંચશે. આ ટ્રેન 20 ઓક્ટોબરથી 28 નવેમ્બર દરમિયાન દોડાવાશે. યાત્રા દરમિયાન આ ટ્રેન બંને દિશાઓમાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ-વાપી, વસઈ રોડ, લોનાવાલા, પુણે સહિતના સ્ટેશનો પર રોકાશે. આ આખી ટ્રેન રિઝર્વ રહેશે જેનું બુકિંગ 20 ઓક્ટોબરથી કરી શકાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો