તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફેરફાર:પાલિકાની દુકાનોમાં ફેરફાર માટે 8500 અને 62,500 ફી લેવાશે

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુધારા કરવા નોન રિફંડેબલ રજિસ્ટ્રેશન ફી નક્કી કરાશે

પાલિકાની માલિકીની દુકાનોમાં સુધારા-વધારા કરવા નોન રિફંડેબલ રજિસ્ટ્રેશન ફી નક્કી કરાશે.નાના ફેરફાર માટે 8500 અને મોટા ફેરફાર માટે 62,500 ફી લેવાશે.પાલિકાએ ભાડે આપેલી દુકાનોમાં સુધારા-વધારા કરવા દરખાસ્ત રજૂ કરાઈ છે. અગાઉ 1 એપ્રિલ, 2011થી 31 માર્ચ, 2014 સુધી પાલિકાની માલિકીની દુકાનમાં સુધારા-વધારા કરવા માટેની રકમ નક્કી કરાઈ હતી.

ત્યારબાદ આ અંગેનો કોઈ પરિપત્ર કરાયો ન હતો. આ સમયગાળા દરમિયાન નાના ફેરફાર માટે રૂા. 4800 તથા મોટા ફેરફાર માટે 36 હજાર રૂપિયાની રકમ વસૂલ કરાતી હતી. 2014થી 2017 અને 2017થી 2020 દરમિયાન 20 ટકાનો વધારો કરાયો હતો. ત્યારબાદ હવે એપ્રિલ 2020 થી માર્ચ 2023 સુધીની રકમ નક્કી કરાઇ છે. જેમાં ભાડુઆત પાસે નાના ફેરફાર પેટે રૂા. 8500 અને મોટા ફેરફાર માટે 62,500 ફી વસૂલ કરાશે.રજિસ્ટર ઉપર નોંધાયેલા લોકો દ્વારા ગેરકાયદેસર બિનઅધિકૃત રીતે પરવાનગી લીધા સિવાય ફેરફાર કરાય તેવા કેસોમાં પ્રિમિયમની રકમ ત્રણ ગણી વસૂલાશે. આ રકમ ભરપાઇ નહીં કરે તો દુકાન ખાલી કરવાની કાર્યવાહી થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો