તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આત્મહત્યા:આર્થિક ભીંસના મારથી કંટાળી જઇ યુવાને ઝેરી દવા પીધી

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

વૈશ્વિક મહામારીને કારણે લોકોના કામધંધા ઠપ થઇ જવાથી નાસીપાસ થઇ ગયા છે. આર્થિક સંકડામણ વચ્ચે પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તેની ચિંતામાં લોકો આપઘાતના માર્ગે ચડ્યા છે. જેને કારણે શહેરમાં અનેક લોકોએ જિંદગી ટૂંકાવી દીધી હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે આર્થિક ભીંસથી વધુ એક બનાવમાં પૂજારા પ્લોટ-8માં રહેતા જયેશ શાંતિલાલ કુંચલા નામના યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી.

સારવાર લઇ રહેલા યુવાનની પત્નીએ પોલીસને જણાવ્યું કે, પતિ શાળા-કોલેજ, હોસ્ટેલમાં રસોઇ બનાવવાનો કોન્ટ્રાક્ટ રાખી ગુજરાન ચલાવે છે. લોકડાઉનમાં શાળા-કોલેજ, હોસ્ટેલ બંધ થઇ જતા ધંધો ઠપ થઇ ગયો હતો. પરિવારનું ગુજરાન ચલાવવા પતિએ ઉછીના રૂપિયા લીધા હતા, પરંતુ અનલોકમાં પણ શાળા-કોલેજ, હોસ્ટેલ ચાલુ નહીં થતા દેણું કેવી રીતે ભરપાઇ કરશેની ચિંતામાં પગલું ભરી લીધું છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો