ઈન્ટરવ્યૂ / ફાતિમા સના શેખ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ની નિષ્ફળતા ભૂલીને અનુરાગ બાસુની ફિલ્મમાં જોવા મળશે

Fatima Sana Shaikh will be seen in Anurag Basu's film with rajkumar rao

Divyabhaskar.com

Nov 22, 2019, 06:27 PM IST

મુંબઈઃ એક્ટ્રેસ ફાતિમા સના શેખ ‘દંગલ’થી લાઈમ-લાઈટમાં આવી હતી. આ ફિલ્મમાં તેણે રેસલરનો રોલ પ્લે કર્યો હતો. ત્યારબાદ તેણે ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’માં જોવા મળી હતી. આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી. હાલમાં જ ફાતિમાએ પોતાની આગામી ફિલ્મ્સ અંગે વાત કરી હતી.

શું કહ્યું ફાતિમા?
ફાતિમાએ કહ્યું હતું કે ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ ફ્લોપ થતાં તેની કરિયરને અસર પડી હતી પરંતુ ફિલ્મમાં તેણે એક્શન કરી હોવાથી ચીનમાં તેને જેકી ચેનના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો. એવોર્ડ બાદ તે જેકી ચેન સાથે રૂમમાં ગઈ હતી અને અહીંયા ચાઈનીઝ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના અનેક જાણીતા કલાકારો હતો. તેઓ તેને તરત જ ‘દંગલ’ ગર્લ તરીકે ઓળખી ગયા હતાં.

રાજકુમાર રાવ સાથે જોવા મળશે
ફાતિમા ડિરેક્ટર અનુરાગ બાસુની ક્રાઈમ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ છે. આ ફિલ્મમાં તે પહેલી જ વાર સામાન્ય સ્ત્રીનો રોલ કરી રહી છે અને તે સ્ક્રીન પર સાડીમાં જોવા મળશે. ફાતિમાએ રાજકુમાર રાવના વખાણ કરતાં કહ્યું હતું કે તે માત્ર સારો એક્ટર જ નથી પરંતુ કમાલનો વ્યક્તિ પણ છે. આ ઉપરાંત ફાતિમા હોરર કોમેડી ફિલ્મ ‘ભૂત પોલીસ’માં જોવા મળશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન તથા અલી ફઝલ છે. આ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2020મા શરૂ થશે. આ ફિલ્મ અંગે ફાતિમાએ કહ્યું હતું કે તે ઘણી જ ડરપોક છે. સેટ પર બધા હોય ત્યાં સુધી તેને વાંધો આવતો નથી પરંતુ જ્યારે તે હોટલના રૂમમાં એકલી હોય ત્યારે તે ડરી જાય છે. આ ફિલ્મનું શૂટિંગ દાર્જિલિંગમાં કરવામાં આવશે. ફાતિમાએ હોટલની રૂમમાં ડર ના લાગે તે માટે અત્યારથી વ્યવસ્થા કરી નાખી છે. તે પોતાની સાથે ટેડી બેર લઈને જાય છે અને પોતાના રૂમની લાઈટ ક્યારેય બંધ કરતી નથી. તેણે હોટલમાં પોતાનો રૂમ કોર્નરમાં નહીં પરંતુ મિડલમાં જ રહે તે ધ્યાન પણ રાખ્યું છે.

પાર્ટીમાં ભાગ્યે જ જોવા મળે
ફાતિમા ઈન્ડસ્ટ્રીની પાર્ટીમાં ભાગ્યે જ જોવા મળે છે. આ અંગે ફાતિમાએ કહ્યું હતું કે તે યજમાન તથા મહેમાનોને ઓળખતી હોય તો જ તે પાર્ટીમાં જાય છે. માત્ર જવા ખાતર એક પણ પાર્ટીમાં જતી નથી.

X
Fatima Sana Shaikh will be seen in Anurag Basu's film with rajkumar rao
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી