તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કરૂણાંતિકા:અસ્થિ વિસર્જન કરવા આવેલ પિતા, પુત્ર, પુત્રીનું દરિયામાં ડુબતા મોત

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
લાભુભાઇ તેનો પરિવાર તથા કાકાના ભાઇઓ સાથે દાદાજીની અસ્થિ વિસર્જન કરવા આવેલ ત્યારે દરિયાકિનારે તેના પરિવાર સાથે ફોટો પડાવેલ પરંતુ કુદરતે શુ ધાર્યુ હોય તે કોને ખબર તેની જેમ આ પરિવાર સાથે પડાવેલ ફોટો તેમની પરિવાર સાથેની અંતીમ તસ્વીર બની ગઇ.
  • ભાવનગર નજીક કોળીયાક નિષ્કલંક મહાદેવ મંદિર નજીક બનેલી કરૂણાંતિકા

ભાવનગર નજીક આવેલ કોળીયાક નીષ્કલંક દરિયામાં અસ્થી વિર્સજન કરવા આવેલ ધોળકાનો પરિવાર અસ્થિ વિર્સજન કરી દરિયામાં ન્હાવા પડેલ જેમાં પિતા, પુત્ર અને પુત્રીના દરીયાના ઉંડા પાણીમાં ડુબી જતા મોત નિપજ્યુ હતુ. આ અંગે મળતી વિગત મુજબ મુળ વલભીપુર તાલુકાના માલપરા ગામના અને ધોળકા રેલ્વે ક્વાટર ખાતે રહેતા અને રેલ્વેમાં ફરજ બજાવતા લાભુભાઇ રમતુભાઇ નાયક (ઉ.વ.40) તેમના પરિવાર તથા કૌટુબીક ભાઇઓ સાથે ભાવનગર નજીક કોળીયાક નીષ્કલંક દરિયે તેમના દાદાજીની અસ્થિ પધરાવવા આવેલ અને અસ્થિ પધરાવ્યા બાદ લાભુભાઇ તેમના પુત્ર જયેશ (ઉ.વ.13)તથા પુત્રી સરોજબેન (ઉ.વ.16) અને ભાઇ સહદેવ સાથે દરિયામાં ન્હાવા પડેલ પરંતુ ન્હાતા ન્હાતા લાભુભાઇ તેમના પુત્ર, પુત્રી સાથે દરિયામાં છાતી સુધીના પાણી સુધી અંદર ચાલ્યા જતા અને પાણીનો પ્રવાહ વધતા તેઓ ડુબવા લાગ્યા હતા.

સ્થાનિક દરિયાકિનારે નાસ્તાની લારી રાખી વેપાર કરતા લોકો તેમને જોઇ જતા તેઓ બચાવવા કુદી પડ્યા પરંતુ બચાવે તે પહેેલા જ લાભુભાઇ તથા તેના પુત્ર, પુત્રીનુ મૃત્યુ નિપજ્યુ હતુ. નાવ અંગેની જાણ થતા ઘોઘા પી.આઇ પી.આર સોલંકી સહિતનો સ્ટાફ તથા ગુદી કોળિયકના સરપંચ તથા રાજુભાઈ સોની ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થાનિક તરવૈયા દ્વારા ત્રણેયના મૃતદેહો બહાર કાઢી પી.એમ અર્થે કોળીયાક હોસ્પિટલ ખસેડાયા હતા.

મૃતક લાભુભાઇ સાથે આવેલ તેમના કાકાના ભાઇ સહદેવ ભાઇ સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે મારા ભાઇને ફરવુ હોય તેમજ દાદાજીનુ અસ્થિ વિસર્જન કરવાનુ હોય અમે કાકાના ભાઇઓ સહિત 9 લોકો બપોરના કોળીયાકના દરિયે કિનારે આવેલ અને અસ્થી વિસર્જન કર્યા બાદ હુ તથા લાભુભાઇ અને તેના પુત્ર અને પુત્રી ન્હાવા પડેલ પરંતુ લાભુભાઇના મોટા દિકરી પ્રેગનેટ હોઇ તે તથા લાભુભાઇના પત્ની ન્હાવા પડેલ ન હતા. બાદમાં હુ ન્હાઇને બહાર નીકળી ગયો પરંતુ લાભુભાઇ તથા તેનો દિકરો અને દિકરી છાતી સુધીના પાણી લગી અંદર જતા રહેતા તેઓ ડુબવા લાગેલ. મૃતકના મોટાભાઇ બળદેવભાઇએ પોલીસમાં ધોળકા માતાના મઢેથી કોળીયાક દરમિયામાં ફુલ પધરાવા આવ્યા હોય અને ન્હાવા પડતા ડુબી ગયાનુ જણાવ્યુ છે.

કોઇને બચાવી ન શક્યો તેનુ મને ખુબ જ દુખ છે
હું મારી લારીએ ઉભો હતો ત્યારે દરિયામાં એક ભાઇને ડુબતા જોઇ હું તથા મારી સાથેનો એક માણસ દોડીને બચાવવા ગયા પરંતુ ત્યા પહોંચ્યા ત્યા સુધીમાં તે લોકો પાણી પી જતા તેમનુ મોત નીપજ્યુ હતુ. તેમને બહાર કાઢ્યા ત્યા તેમની સાથેના પત્નીએ રોતા રોતા કહેલ કે મારો દિકરો દિકરી પણ ડુબ્યા છે જેથી અમે પાછા દરિયામાં પડ્યા અને તે બન્ને પણ બહાર કાઢ્યા. ત્રણેયને બચાવવા માટે ખુબ મહેનત કરી પણ તેમને બચાવી ન શક્યા તેમનુ અમને દુખ છે. > ફીરોજભાઇ સુલેમાનભાઇ સૈયદ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો