• Home
  • National
  • Farooq Abdullah, released from detention, met with his son Omar seven months later

370 હટ્યા બાદ કાશ્મીરનું રાજકારણ / નજરકેદથી મુક્ત થયેલા ફારૂક અબ્દુલ્લાએ 7 મહિના બાદ દીકરા ઉમર સાથે મુલાકાત કરી

શ્રીનગરની સબ જેલમાં ફારૂક અબ્દુલ્લા અને પરિવારના અન્ય સભ્યોએ ઉમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી-એજન્સી
શ્રીનગરની સબ જેલમાં ફારૂક અબ્દુલ્લા અને પરિવારના અન્ય સભ્યોએ ઉમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી-એજન્સી

  • મુક્તિ બાદ ઉમરને મળવાની ઇચ્છા જાહેર કરવા પર જમ્મૂ-કાશ્મીર વહીવટીતંત્રે ફારૂકને મંજૂરી આપી
  • ફારૂકના શ્રીનગર સ્થિત ઘર હરિ નિવાસથી અમુક અંતર પર સ્થિત સબ જેલમાં બાપ-દીકરાએ એક કલાક સાથે વિતાવ્યા

દિવ્ય ભાસ્કર

Mar 14, 2020, 02:56 PM IST

શ્રીનગર: નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા નજરકેદમાંથી મુક્ત થયાના એક દિવસ બાદ તેમના દીકરા ઉમર અબ્દુલ્લાને મળ્યા હતા. છેલ્લા સાત મહિનામાં પિતા અને દીકરાની આ પહેલી મુલાકાત હતી. છૂટ્યા બાદ ફારૂકે ઉમરને મળવાની ઇચ્છા જાહેર કરી હતી. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રએ શ્રીનગરની જ સબ જેલમાં ઉમરને મળવાની મંજૂરી આપી હતી. બન્ને લગભગ એક કલાક સાથે રહ્યા હતા. ફારૂક સાથે અન્ય પરિવારજનોએ પણ ઉમર સાથે મુલાકાત કરી હતી.

ઉમરને 4 ઓગસ્ટની રાતે જમ્મૂ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા પહેલા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમને 5 ફેબ્રુઆરીથી પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. પીડીપી નેતા મહેબુબા મુફ્તી સહિત ઘણા નેતાઓ હજુ નજરકેદ છે.

ગુલામ નબી આઝાદ ફારૂકને મળવા પહોંચ્યા
કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ ફારૂકને મળવા શનિવારે તેમના ઘરે પહોંચ્યા હતા. ગુલામ નબી ઓગસ્ટથી જ ફારૂક સહિત કાશ્મીરમાં નજરકેદ નેતાઓને છોડવાની માંગ કરી રહ્યા છે. તેમણે સંસદના શિયાળુ સત્ર દરમિયાન જમ્મૂ-કાશ્મીરમાં નજરકેદ નેતાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. નજરકેદ નેતાઓની મુક્તિ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી નાખનારા લોકોમાં ગુલામ નબી પણ સામેલ છે.

અમારો ઇરાદો કોઇને જેલમાં રાખવાનો નથી- જી.કિશન રેડ્ડી
કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ શનિવારે હૈદરાબાદમાં ફારૂકની મુક્તિ અંગે પૂછાવા પર કહ્યું કે અમારો ઇરાદો કોઇને જેલમાં રાખવાનો નથી. પરંતુ જમ્મૂ-કાશ્મીરમાં રાજ્યને યોગ્ય રીતે ચલાવવા માટે અમુક લોકોને અંદર રાખવા પડશે. દરેક નજરકેદ લોકોને ટૂંક સમયમાંજ મુક્ત કરવામાં આવશે. તેમણે કહ્યું કે જમ્મૂ-કાશ્મીરના લોકોને પણ મૂળભૂત સુવિધાઓ અને વિકાસનો અધિકાર છે. તેમને સમાન અધિકાર આપવા માટે કેન્દ્ર સરકારે અનુચ્છેદ 370 હટાવવાનો નિર્ણય કર્યો. હવે રાજ્ય શાંતિના રસ્તે આગળ વધી રહ્યું છે.

X
શ્રીનગરની સબ જેલમાં ફારૂક અબ્દુલ્લા અને પરિવારના અન્ય સભ્યોએ ઉમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી-એજન્સીશ્રીનગરની સબ જેલમાં ફારૂક અબ્દુલ્લા અને પરિવારના અન્ય સભ્યોએ ઉમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી-એજન્સી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી