• Home
  • National
  • Farmers will be forgiven for up to Rs 2 lakh, process will start from next March: Chief Minister Thackeray

મહારાષ્ટ્ર / ઉદ્ધવે ખેડૂતો માટે 2 લાખની દેવામાફી જાહેર કરી, આગામી માર્ચથી પ્રક્રિયા શરૂ થશે

Farmers will be forgiven for up to Rs 2 lakh, process will start from next March: Chief Minister Thackeray

  • રાજ્યમાં ભારે વરસાદથી આ વર્ષે 94 લાખ 53 હજાર 139 હેક્ટરમાં ઉભા પાકનો નાશ થયો
  • મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું- 30મી સપ્ટેમ્બર, 2019 સુધીના દેવા માફ થશે

Divyabhaskar.com

Dec 22, 2019, 03:25 AM IST

નાગપુરઃ મહારાષ્ટ્રના ખેડૂતોને રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. રાજ્યના ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું કરજ માફ કરવાની ઘોષણા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સત્રના અંતિમ દિવસે વિધાનસભામાં કરી હતી. આ કરજમાફી સંપૂર્ણ હશે અને કોઈ પણ શરત કે ધોરણ લાગુ નહીં હોય એવી સ્પષ્ટતા મુખ્યમંત્રીએ કરી હતી. વિધાનસભા અને વિધાન પરિષદ બંને સભાગૃહમાં અંતિમ અઠવાડિયુ પ્રસ્તાવોનો જવાબ આપતા મુખ્યમંત્રી બોલી રહ્યા હતા. મહાવિકાસ આઘાડી સરકાર રાજ્યમાં સત્તારૂઢ થયા બાદ ખેડૂતો કરજમાફીની ઘોષણાની રાહ જોઈ રહ્યા હતા. શનિવારે વિધાનમંડળના શિયાળુ સત્રના છેલ્લા દિવસે મુખ્યમંત્રીએ મહાત્મા ફુલે કરજમાફી યોજના અંતર્ગત કરજમાફીની ઘોષણા કરી હતી. ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા થશે. ખેડૂતોના 30 સપ્ટેમ્બર 2019 સુધીનું કરજ માફ થશે એવી ઘોષણા મુખ્યમંત્રીએ કરી હતી. માર્ચ મહિનાથી કરજમાફીની પ્રક્રિયા શરૂ થશે.

સરકારે દેવા માફી યોજનાને 'મહાત્મા જ્યોતિ રાવ ફુલે ખેડૂત દેવા માફી' નામ આપ્યું છે. મુખ્યમંત્રી ઠાકરેએ વિધાનસભામાં કહ્યું હતું કે નિયમ પ્રમાણે 30મી સપ્ટેમ્બર,2019 સુધીના દેવા માફ થશે. દેવા માફીની પ્રક્રિયા માર્ચ,2020થી શરૂ થશે. કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે ગૃહની બહાર જણાવ્યું હતું કે 25 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર પ્રમાણે દેવુ માફ કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રમાણે મહત્તમ 8 હેક્ટર સુધી 2 લાખની દેવા માફી કરવામાં આવશે.

ભાજપે સંપૂર્ણ દેવા માફીની માંગ સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યું

પ્રધાન જયંત પાટીલે કહ્યું હતું કે મુખ્યમંત્રીએ ખેડૂતોને આપવામાં આવેલ દેવા માફીનું વચન પૂરુ કરવાની દિશામાં આ મોટું પગલું છે. આ સ્કીમનું નામ 'મહાત્મા જ્યોતિ રાવ ફુલે ખેડૂત દેવા માફી' આપવામાં આવ્યું છે. વિપક્ષે સંપૂર્ણ દેવા માફીની માંગ સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. ભાજપ ધારાસભ્યોએ વિધાનસભા બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા.

X
Farmers will be forgiven for up to Rs 2 lakh, process will start from next March: Chief Minister Thackeray

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી